ben stokes: લગ્ન પહેલા જ પિતા બની ગયો હતો બેન સ્ટોક્સ, ખૂબ રસપ્રદ છે લવ સ્ટોરી
ઇગ્લેન્ટની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી
પોતાની કેપ્ટનશિપમાં ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડની ટીમનું નસીબ બદલનાર ઇગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. સ્ટોક્સે વર્ષ 2017માં ક્લારે રેટક્લિફ સાથે લગ્ન કર્યા હતા.
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સની કેપ્ટનશીપમાં ટીમની રમત છેલ્લા 1 વર્ષમાં અલગ જ સ્તરે જોવા મળી રહી છે. સ્ટોક્સની ગણતરી પણ હવે સફળ કેપ્ટનમાં થાય છે. ક્રિકેટ સિવાય સ્ટોક્સની લવ સ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી.વર્ષ 2017માં બેન સ્ટોક્સે તેની ગર્લફ્રેન્ડ ક્લારે રેટક્લિફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે પહેલા જ તે પિતા બની ગયો હતો. બંન્નેની પહેલી મુલાકાત વર્ષ 2013માં થઈ હતી. ક્લારે લગ્ન પહેલા જ 2 બાળકોની માતા બની ચૂકી હતી.
જ્યારે બેન સ્ટોક્સ પ્રથમ વખત ક્લારેને મળ્યો ત્યારે ક્લારેના પિતાનું અવસાન થયું હતું. આ પછી બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા. આ પછી તેણે લાંબા સમય સુધી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્નના એક વર્ષ બાદ બંન્ને વચ્ચે ઝઘડાના સમાચારે ભારે ચર્ચા જગાવી હતી. પરંતુ આ તમામ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા ક્લારેએ તેને માત્ર અફવા ગણાવી હતી. લગ્નના 2 વર્ષ પૂર્ણ થવા પર બેન સ્ટોક્સે ક્લારે રેટક્લિફ સાથેનો રોમેન્ટિક ફોટો પણ શેર કર્યો હતો.
2012 માં ક્લારે રેટક્લિફે પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો. આ પછી 2015 માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. બેન સ્ટોક્સની ગણતરી હાલમાં વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તેની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમ હાલમાં ઘણી સારી રમત રમી રહી છે. સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે અત્યાર સુધી 93 ટેસ્ટ મેચ રમી છે.
કેપ્ટન કમિન્સે ઓસ્ટ્રેલિયાને અપાવી ઐતિહાસિક જીત
ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાએ 2 વિકેટે જીત મેળવી છે. ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે અણનમ 44 રન ફટકાર્યા હતા અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ ટીમ માટે 65 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ઈગ્લેન્ડ તરફથી બ્રોડે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. વરસાદના કારણે છેલ્લા દિવસની રમત બીજા સેશનથી શરૂ થઈ હતી.
વરસાદ બાદ ઓસ્ટ્રેલિયાને છેલ્લા દિવસે એટલે કે પાંચમા દિવસે 67 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચોથા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી. આથી ઓસ્ટ્રેલિયાને અંતિમ દિવસે જીતવા માટે 174 રન બનાવવાના હતા અને તેના હાથમાં સાત વિકેટ હતી. પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ 2 વિકેટે હાથમાં રાખીને ટાર્ગેટ હાંસલ કરીને જીતી લીધી હતી.