શોધખોળ કરો

IND vs SA: 358 રનનો પહાડ જેવો સ્કોર પણ વામણો સાબિત થયો, જાણો રાયપુરમાં ભારતની કારમી હારના 5 મુખ્ય કારણો

IND vs SA: રાયપુરમાં બોલરો અને ફિલ્ડરોએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નૈયા, ઝાકળ અને કેચ ડ્રોપ બન્યા હારના વિલન.

IND vs SA: રાયપુરના મેદાન પર રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમે 358 રનનો જંગી સ્કોર ખડક્યો હોવા છતાં દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. સામાન્ય રીતે વનડે ક્રિકેટમાં આટલો મોટો સ્કોર જીતની ગેરંટી માનવામાં આવે છે, પરંતુ ભારતીય ટીમની નબળી બોલિંગ અને અત્યંત ખરાબ ફિલ્ડિંગને કારણે બાજી પલટાઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સૌથી મોટો રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની આ હાર પાછળ જવાબદાર 5 મુખ્ય કારણો નીચે મુજબ છે.

હારના 5 મુખ્ય કારણોનું વિશ્લેષણ

1. ટોસ અને ઝાકળની નિર્ણાયક ભૂમિકા

રાયપુરમાં ભારતની હારનું સૌથી મોટું અને કુદરતી કારણ 'ટોસ' અને 'ઝાકળ' (Dew) રહ્યું. દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો, જે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. સાંજના સમયે મેદાન પર ભારે ઝાકળ પડવાને કારણે બોલ ભીનો થઈ ગયો હતો, જેના લીધે ભારતીય બોલરો માટે બોલ ગ્રીપ કરવો મુશ્કેલ બન્યો હતો. આ પરિસ્થિતિનો સીધો ફાયદો દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને મળ્યો અને બેટિંગ કરવી આસાન બની ગઈ, પરિણામે તેમણે 359 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર કર્યો.

2. અંતિમ ઓવરોમાં ધીમી બેટિંગ

ટીમ ઈન્ડિયાએ 358 રન બનાવ્યા તે સારું હતું, પરંતુ ડેથ ઓવર્સમાં રનની ગતિ ધાર્યા મુજબ રહી ન હતી. આંકડા દર્શાવે છે કે છેલ્લી 10 ઓવર (60 બોલ) માં ટીમ ઈન્ડિયા માત્ર 74 રન જ બનાવી શકી હતી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની જોડી અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરવામાં અને સ્ટ્રાઈક રોટેટ કરવામાં થોડી ધીમી પડી. જો આ સમયગાળામાં થોડી વધુ આક્રમકતા દાખવી હોત તો સ્કોર 375 થી વધુ થઈ શક્યો હોત, જે વિરોધી ટીમ પર વધુ દબાણ લાવી શકત.

3. પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવની મોંઘી બોલિંગ

ભારતીય બોલરો, ખાસ કરીને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા દક્ષિણ આફ્રિકાની જીતમાં અજાણતા મદદગાર સાબિત થયા. કૃષ્ણાએ મેચમાં 2 વિકેટ લીધી ખરી, પરંતુ તેણે પોતાની 8 ઓવરમાં જ 79 રન આપી દીધા, જે ટીમને ભારે પડ્યા. તેવી જ રીતે સ્પિનર કુલદીપ યાદવ પણ વિકેટ લેવા છતાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા અને પોતાની 10 ઓવરમાં 78 રન લૂંટાવી દીધા.

4. યશસ્વી જયસ્વાલનો કેચ ડ્રોપ

યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ માટે આ મેચ કોઈ દુઃસ્વપ્નથી ઓછી ન હતી. બેટિંગમાં નિષ્ફળ રહ્યા બાદ ફિલ્ડિંગમાં પણ તેણે મોટી ભૂલ કરી. જયસ્વાલે સેટ થઈ રહેલા બેટ્સમેન એડન માર્કરામનો એક અત્યંત સરળ કેચ છોડ્યો હતો. જ્યારે કેચ છૂટ્યો ત્યારે માર્કરામ માત્ર 53 રન પર રમતા હતા. આ જીવનદાન મળ્યા બાદ માર્કરામે બાજી પલટી નાખી અને 110 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી. આ એક ભૂલ ભારતને મેચ હરાવવા માટે પૂરતી હતી.

5. કંગાળ ગ્રાઉન્ડ ફિલ્ડિંગ

માત્ર કેચ ડ્રોપ જ નહીં, પરંતુ ભારતીય ટીમની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ અત્યંત કંગાળ રહી હતી. અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓ દ્વારા વારંવાર મિસફિલ્ડિંગ કરવામાં આવ્યું. દબાણની પળોમાં ભારતીય ફિલ્ડરોએ 3 થી 4 વખત ઓવરથ્રો દ્વારા વધારાના રન આપી દીધા, જેના કારણે દક્ષિણ આફ્રિકા પરનું દબાણ હળવું થઈ ગયું અને ભારત રાયપુરમાં જીતેલી મેચ હારી ગયું.

ટોપ સ્ટોરી

કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget