શોધખોળ કરો
Advertisement
WI Vs SL: વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં બે વર્ષ બાદ ગેલની વાપસી, એડવર્ડ્સને 8 વર્ષ બાદ મળી તક
વેસ્ટ ઇન્ડિઝ આ મેચનો ઉપયોગ પોતાની આઈસીસી ટી20 વર્લ્ડ કપ ખિતાબની તૈયારી અને ખિતાબને બચાવવા માટે કરશે.
WI Vs SL: શ્રીલંકા સાથે રમાનાર વનડે અને ટી20 સીરીઝ માટે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ અને અનુભવી ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્સની વેસ્ટ ઇન્ડિઝ ટીમમાં વાપસી થઈ છે. ક્રિસ ગેલને 2019 બાદ પ્રથમ વખત ટીમમાં વાપસી થઈ છે. જ્યારે ફિડેલ એડવર્ડ્સને 8 વર્ષ બાદ ટીમમાં સ્થાન મળ્યું છે.
આ ટીમમાં ઓફ સ્પિનર કેવિન સિંક્લેયર અને લેફ્ટ આર્મ સ્પિનર અકીલ હુસૈન નવો ચેહરો છે. શ્રીલંકન ટીમ આગામી મહિને વિન્ડીઝના પ્રવાસે હશે અને આ મેચ કૂલિઝ ક્રિકેટ ગ્રાઉન્ડ અને સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.
ટી20 મેચ 3, 5 અને 7 માર્ચના રોજ ફ્લડલાઈટમાં રમાશે. આ ટી20 સીરીઝ સીસીજમાં સત્તાવાર વેસ્ટ ઇન્ડિઝ પુરુષ ટીમ દ્વારા રમાનારી પ્રથમ પૂર્ણ આંતરરાષ્ટ્રીય સીરીઝ હશે. સાથે જ એન્ટિગામાં 2013 બાદ પ્રથમ વખત કોઈ ટી20 મેચ રમશે.
વેસ્ટ ઇન્ડિઝ આ મેચનો ઉપયોગ પોતાની આઈસીસી ટી20 વર્લ્ડ કપ ખિતાબની તૈયારી અને ખિતાબને બચાવવા માટે કરશે. ભારત આ વર્ષે આ ટૂર્નામેન્ટની મેજબાની કરશે. સીજી ઇન્શ્યોરન્સ વનડે સીરીઝની મેચ 10, 12 અને 14 માર્ચના રોજ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. જેમાં અંતિમ મેચ ડે-નાઇટ હશે.
વેસ્ટ ઇન્ડિઝની ટીમઃ
ટી20: કીરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (વાઈસ કેપ્ટન), ફૈબિયન એલેન, ડ્વેન બ્રાવો, ફિદેલ એડવર્ડ્સ, આંદ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, એવિન લુઈસ, ઓબેદ મેકકોય, રોવમેન પોવેલ, લેન્ડલ સિમન્સ, કેવિન સિંક્લેયર
વનડેઃ કીરોન પોલાર્ડ (કેપ્ટન), શાઈ હોપ (વાઈસ કેપ્ટન), ફૈબિયન એેલેન, ડ્વેન બ્રાવો, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલ્ઝારી જોસેફ, એવિન લુઈસ, કાઈલ મેચર, જેસન મોહમ્મદ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ અને કેવિન સિનક્લેયર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement