શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનના સ્ટાર સ્નિપર રાશિદ ખાને કહ્યું- હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મારી ટીમ વર્લ્ડ કપ જીતશે
રાશિદ માર્ચથી જ પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. તેમણે આયરલેન્ડ સીરીઝ બાદથી કોઈ મેચ રમી નથી, જે ભારતમાં રમાઈ હતી.
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને કહ્યું કે, તેનો દેશ પહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ જીત્યા બાદ જ તે લગ્ન કરશે. ઓછી ઉંમરમાં રાશિદ ખાને બોલિંગમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે અને હાલમાં નંબર વન ટી20 બોલર છે. 21 વર્ષીય રાશિદે અફઘાનિસ્તાન માટે 50 ઓવર અને ટી20 વર્લ્ડ કપ બન્નેમાં ભાગ લીધો છે, પરંતુ ટીમમાં તેની હાજરીએ ઘણી મદદ કરી છે.
આઝાદી રેડિયો સાથે એક ઇન્ટરવ્યૂમાં રાશિદ ખાને કહ્યું, “હું ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનની જાત મેળવવા બાદ જ સગાઈ કરીશ.” રાશિદ વિતેલા વર્ષે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ખેલાડી હતી, જ્યારે તેની ટીમે બાંગ્લાદેશને હાર આપી હતી. રાશિદની કારકિર્દીની 49એ છ વિકેટના સર્વશ્રેષ્ઠ આંકડાએ અફગાનિસ્તાનને એક યાદગાર જીત અપાવી. ટેસ્ટમાં પ્રથમ વખત અફઘાનિસાતનનું નેતૃત્વ કરતા રાશિદે 51 રન બનાવ્યા અને 104 રન પર 11 વિકેટના શાનદાર પ્રદર્શન સાથે મેચમાં બાજી મારી. અંતમાં ટીમે બાંગ્લાદેશે 224 રનથી હાર આપી હતી.
તેની સાથે જ તે ક્રિકેટ ઈતિહાસમાં માત્ર ચોથા ક્રિકેટર એવા છે જેણે 5 વિકેટ લીધી છે અને પોતાની કેપ્ટનશીપની શરૂઆતમાં 50થી વધારે રન બનાવ્યા.
રાશિદ માર્ચથી જ પ્રોફેશનલ ક્રિકેટથી દૂર છે. તેમણે આયરલેન્ડ સીરીઝ બાદથી કોઈ મેચ રમી નથી, જે ભારતમાં રમાઈ હતી. આઈપીએલ 2020માં સનરાઈઝર્સ હૈદ્રાબાદનું પ્રતિનિધિત્વ કરવા માટે પીથી એક સપ્તાહમાં ભારત પરત ફરવાનો કાર્યક્રમ હતો પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે લીગ હાલમાં સસ્પેન્ડ કરવામાં આવી છે. રાશિદે ટી20માં કુલ 296 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion