શોધખોળ કરો
Advertisement
વિઝડને જાહેર કરી દાયકાના ટૉપ-5 ક્રિકેટરોની યાદી, કોહલી નંબર વન, જાણો કયા દેશના ખેલાડીઓ છે વધુ.......
વિઝડનની દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં એક મહિલા ક્રિકેટરને પણ સ્થાન મળ્યુ છે. આ લિસ્ટમાં ભારતના એકમાત્ર વિરાટ કોહલીને સ્થાન મળ્યુ છે
નવી દિલ્હીઃ ટેસ્ટ અને વનડેની દાયકાની સૌથી બેસ્ટ ટીમ જાહેર કર્યા બાદ હવે વિઝડને ટૉપ 5 ક્રિકેટરોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટમાં દાયકાના સૌથી બેસ્ટ અને સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોને સમાવાયા છે. ખાસ વાત છે કે, આ યાદીમાં ભારતનો એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલી જ સામેલ થઇ શક્યો છે.
વિઝડનની દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં એક મહિલા ક્રિકેટરને પણ સ્થાન મળ્યુ છે. આ લિસ્ટમાં ભારતના એકમાત્ર વિરાટ કોહલીને સ્થાન મળ્યુ છે, જ્યારે સૌથી વધુ દક્ષિણ આફ્રિકાના બે ક્રિકેટરોને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરો જેમાં એક મહિલા અને એક પુરુષ ક્રિકેટર સામેલ છે.
વિઝડનની ટૉપ-5 ક્રિકેટરોની યાદી.....
યાદીમાં વિરાટ કોહલી (ભારત), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા), એબી ડિવિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) અને મહિલા ક્રિકેટર એલિસ પૈરી (ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ)નુ નામ સામેલ છે.
ખાસ વાત છે કે, વિરાટ કોહલી આ દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે, તેને છેલ્લા એક દાયકામાં ટેસ્ટમાં 27 સદીની મદદથી 7202 રન બનાવ્યા છે, વળી, વનડેમાં 11125 રન અને ટી20માં 2633 રન ફટકાર્યા છે. કોહલીના નામે આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 70 સદી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion