![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Harmanpreet Kaur Run-Out: સેમી ફાઈનલમાં રન આઉટ થઈ હરમનપ્રીત કૌર, ફેન્સને યાદ આવ્યો ધોની, જાણો શું છે બન્ને વચ્ચે કનેક્શન
Harmanpreet Kaur Run-Out, Mahendra Singh Dhoni: મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની સફરનો અંત આવી ગયો છે.
Harmanpreet Kaur Run-Out, Mahendra Singh Dhoni: મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની સફરનો અંત આવી ગયો છે. ઓસ્ટ્રેલિયાએ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને 5 રનથી હરાવી હતી. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 34 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી, પરંતુ જે રીતે હરમનપ્રીત કૌર આઉટ થઈ તે જોઈને ફેન્સને મહેન્દ્ર સિંહ ધોની યાદ આવી ગયો.
When a billion hearts broke! 💔#T20WorldCup #AUSvIND pic.twitter.com/wpI48rCEUk
— KolkataKnightRiders (@KKRiders) February 23, 2023
ચાહકોએ ODI વર્લ્ડ કપ 2019 સેમિફાઇનલ અને એમએસ ધોનીને યાદ કર્યા
હરમનપ્રીત કૌરને આઉટ કર્યા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યો. વાસ્તવમાં, હરમનપ્રીત કૌર એ જ રીતે રન આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી જે રીતે ODI વર્લ્ડ કપ 2019 સેમિફાઈનલમાં કેપ્ટન કૂલ ન્યૂઝીલેન્ડ સામે રનઆઉટ થયો હતો. ODI વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ક્રિઝ પર હતો ત્યારે મેચ ટીમ ઈન્ડિયાની પકડમાં હોય તેવું લાગી રહ્યું હતું, તે સમયે ભારતને મેચ જીતવા માટે 18 બોલમાં 33 રનની જરૂર હતી, પરંતુ જેવો જ મહેન્દ્ર સિંહ ધોની સિંહ ધોની રન આઉટ થયો મેચનો ટ્રેન્ડ બદલાયો. તે મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.
This run out of Harmanpreet Kaur will always hurt like MS Dhoni's.#INDWvAUSW #INDvsAUS #T20WorldCup2023 pic.twitter.com/cXjsCZp0DT
— 𝐑𝐈𝐒𝐇𝐈 🕊️ዪ° (@AdrRishi) February 23, 2023
ચાહકોને કેમ યાદ આવ્યા કેપ્ટન કૂલ?
જો કે આજની મેચમાં હરમનપ્રીત કૌર રમી રહી હતી ત્યારે ટીમ ઈન્ડિયા મેચમાં આગળ હતી. ભારતીય ટીમને જીતવા માટે 36 બોલમાં 45 રનની જરૂર હતી, પરંતુ હરમનપ્રીત કૌરના આઉટ થયા બાદ મેચ ટીમ ઈન્ડિયાની પકડમાંથી સરકી ગઈ હતી. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ મહેન્દ્ર સિંહ ધોની અને હરમનપ્રીત કૌરના ફોટા શેર કરીને બંનેની સરખામણી કરી રહ્યા છે. વાસ્તવમાં, ચાહકોનું માનવું છે કે જે રીતે ODI વર્લ્ડ કપ 2019 સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મહેન્દ્ર સિંહ ધોનીના રનઆઉટ બાદ મેચનો ટ્રેન્ડ બદલાયો હતો, તેવી જ રીતે હરમનપ્રીતના રન આઉટ થયા બાદ મેચ ભારતના હાથમાંથી સરકી ગઈ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)