શોધખોળ કરો

World Cup 2023: આજથી અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ, સ્ટેડિયમ બહાર પ્રેક્ષકોનો જમાવડો

World Cup 2023: વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે

WC 2023: આજથી વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.  આ 13મો વન-ડે વર્લ્ડ કપ છે.  ભારતમાં આયોજિત આ ટૂર્નામેન્ટ વિવિધ શહેરોના 10 સ્ટેડિયમમાં રમાશે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચ શરુ થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.  ત્યારે અત્યારથી સ્ટેડિયમ પર દેશ વિદેશના પ્રેક્ષકો પહોંચવાનું શરુ થયું છે. આજે મેચ ભલે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની હોય પરંતુ ક્રિકેટ રસિકો માટે ભારતીય ટીમ સૌથી વધુ હોટ ફેવરિટ છે. જેને લઈ આજે પણ સૌથી વધુ ભારતીય ટીમના ટી શર્ટનું વેચાણ થઈ રહ્યું છે.. સાથે જ ભારતીય ટીમ ફાઈનલમાં રમતી જોવા મળે તેવી પ્રેક્ષકોને આશા છે.

  1. કેટલી ટીમો ભાગ લઈ રહી છે?

આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડની ટીમો સામેલ છે.

  1. કેટલી મેચો રમાશે અને તેનું ફોર્મેટ શું છે?

આખા વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. સૌ પ્રથમ રાઉન્ડ રોબિન મેચો થશે. આ તબક્કામાં એક ટીમ અન્ય તમામ 9 ટીમો સાથે એક-એક મેચ રમશે. સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ચાર ટીમ સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમિફાઈનલ મેચ બાદ ફાઈનલ મેચ રમાશે.

  1. મેચો ક્યારે શરૂ થશે?

વર્લ્ડ કપની મેચો 5 ઓક્ટોબરથી શરૂ થશે અને ફાઈનલ 19 ઓક્ટોબરે રમાશે. એટલે કે આ ટુર્નામેન્ટ કુલ 46 દિવસ સુધી ચાલશે. તમામ મેચ માટે બે સમય નક્કી કરવામાં આવ્યા છે. ડે મેચો સવારે 10.30 વાગ્યે અને ડે-નાઈટ મેચો બપોરે 2 વાગ્યે શરૂ થશે.

  1. કયા મેદાન પર રમાશે મેચો?

ભારતના 10 શહેરોમાં મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ અને ધર્મશાલાનો સમાવેશ થાય છે.

  1. લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યાં જોવું?

વર્લ્ડ કપ 2023 મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar પર જોઈ શકાય છે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ટીવી પર મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.

  1. શું રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યા છે?

સેમિફાઇનલ અને ફાઇનલ બંને મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે. મેચની નિર્ધારિત તારીખ પછીના દિવસે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

  1. આ વખતે શું અલગ છે?

આ વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા છેલ્લા વર્લ્ડ કપ કરતા ઘણી ઓછી રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે પહેલા બે વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ વખતે વર્લ્ડ કપનો ભાગ નથી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આ વખતે ક્વોલિફાય કરી શકી નથી.

આ પ્રથમ વખત છે જ્યારે ભારત એકલા જ ODI વર્લ્ડ કપની યજમાની કરશે. અગાઉ 1987, 1996 અને 2011માં ભારતે દક્ષિણ એશિયાના દેશો સાથે સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી.

  1. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ ક્યાં રમાશે?

ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે સેમિફાઇનલ મેચો વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ અને ઈડન ગાર્ડન્સ, કોલકાતામાં રમાશે.

  1. ભારત-પાકિસ્તાનની ટક્કર ક્યારે અને ક્યાં થશે?

આ મેચ 14 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget