(Source: ECI/ABP News/ABP Majha)
World Cup Points Table: ન્યૂઝિલેન્ડ જીત સાથે સેમીફાઈનલમાં, જુઓ પોઈન્ટ ટેબલ
ન્યૂઝીલેન્ડે ODI વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર રહેલા પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે.
World Cup 2023 Points Table Update: ન્યૂઝીલેન્ડે ODI વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર રહેલા પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. ન્યૂઝીલેન્ડની જીત સાથે જ પાકિસ્તાનની સેમિફાઈનલમાં જવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ જીત સાથે ન્યુઝીલેન્ડના 10 પોઈન્ટ થઈ ગયા છે. હારનાર શ્રીલંકા પહેલા જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે સેમીફાઈનલ રમાવાનુ નક્કી
ન્યૂઝીલેન્ડની જીત સાથે એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર 2019ની ઝલક જોવા મળશે, જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ રમી હતી. જો કે તે વખતે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડ 10 પોઈન્ટ અને +0.743ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે. ક્વોલિફાઈ થયેલી ટીમ ઈન્ડિયા નંબર વન પર છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ નંબર 1 અને 4 ક્રમાંકિત ટીમો વચ્ચે રમાશે.
ન્યૂઝીલેન્ડ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમો પણ ચોથા નંબરની રેસમાં છે, પરંતુ ખરાબ નેટ રન રેટને કારણે છેલ્લી મેચો જીત્યા બાદ પણ બંને માટે ક્વોલિફાય થવું ખૂબ મુશ્કેલ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ +0.036 છે અને અફઘાનિસ્તાનનો નેગેટિવ -0.338 છે.
પોઈન્ટ ટેબલની સ્થિતિ આવી છે
યજમાન ભારત, જેણે પ્રથમ ક્વોલિફાય કર્યું છે, તે 16 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા 12 પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ ક્વોલિફાય કર્યું છે. આ પછી ચોથા સેમીફાઈનલ માટે પ્રબળ દાવેદાર ન્યુઝીલેન્ડ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર હાજર છે.
ત્યારબાદ પાકિસ્તાન 8 પોઈન્ટ સાથે પાંચમા અને અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. આ પછી બહાર કરાયેલી ટીમો શરૂ થાય છે, જેમાં ઈંગ્લેન્ડ 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે, બાંગ્લાદેશ 7 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે, શ્રીલંકા 4 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.
ન્યૂઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રની સ્ફોટક શરૂઆત
ન્યૂઝીલેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ હતો. ન્યૂઝીલેન્ડે 23.2 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. શ્રીલંકાના 171 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. ન્યૂઝીલેન્ડના ઓપનર ડ્વેન કોનવે અને રચિન રવિન્દ્રએ પ્રથમ વિકેટ માટે 12.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. ડ્વેન કોનવે 42 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. ડ્વેન કોનવેને દુષ્મંથા ચમીરાએ આઉટ કર્યો હતો.