શોધખોળ કરો

World Cup 2023: આફ્રિકા સામેની હાર બાદ પાકિસ્તાન સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર, ભારતને પણ થયું નુકસાન

World Cup 2023 Points Table Update After SA vs PAK:  ODI વર્લ્ડ કપ 2023 ની 26મી મેચ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક હતી

World Cup 2023 Points Table Update After SA vs PAK:  ODI વર્લ્ડ કપ 2023 ની 26મી મેચ દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જે ખૂબ જ રોમાંચક હતી. આ મેચમાં આફ્રિકાએ અંતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો અને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું, જેના પછી ટીમ ઈન્ડિયા બીજા સ્થાને સરકી ગઈ. આ સાથે જ સતત ચોથી મેચ હારી ગયેલા પાકિસ્તાનનું બહાર થવું લગભગ નિશ્ચિત છે.

દક્ષિણ આફ્રિકાએ ટુર્નામેન્ટમાં 5મી મેચ જીતીને 10 પોઈન્ટ મેળવીને ભારતીય ટીમ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો છે. જો કે ભારતના પણ 10 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના કારણે ભારત બીજા સ્થાને સરકી ગયું છે. જ્યારે આફ્રિકા સામે હારનો સામનો કરનાર પાકિસ્તાન છઠ્ઠા નંબર પર હાજર છે. ટૂર્નામેન્ટમાં આફ્રિકાની આ સતત ત્રીજી અને એકંદરે પાંચમી જીત હતી.

ટોપ-4માં ફેરફાર

વિજય બાદ દક્ષિણ આફ્રિકાએ ટોપ-4માં ફેરફાર કરીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયા બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા ક્રમે સરકી ગઈ છે. જોકે ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને યથાવત છે. જો કે, જો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ જીતે છે તો તે ફરી એકવાર ટોચના સ્થાને આવી શકે છે. અત્યાર સુધી, ટીમ ઇન્ડિયા ટેબલમાં એકમાત્ર એવી ટીમ છે જે એકપણ મેચ હાર્યું નથી.

બીજી ટીમોની સ્થિતિ

ટોપ-4માં બાકી રહેલી ટીમોમાં શ્રીલંકા 4 પોઈન્ટ અને નેગેટિવ -0.205ના નેટ રનરેટ સાથે પાંચમા ક્રમે છે, પાકિસ્તાન 4 પોઈન્ટ સાથે છઠ્ઠા અને નેગેટિવ -0.387ના નેટ રનરેટ સાથે અફઘાનિસ્તાન સાતમા ક્રમે છે. નેગેટિવ રનરેટ -0.969., બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને નેટ રનરેટ -1.253 સાથે આઠમા ક્રમે છે, ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ અને નેટ રનરેટ -1.634 સાથે નવમા ક્રમે છે અને નેધરલેન્ડ 2 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.

ODI વર્લ્ડ કપ 2023માં, ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાનને આફ્રિકન બોલરોએ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટાર્ગેટનો પીછો કરતા આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટે જીત મેળવી હતી, જેમાં બેટિંગમાં એડન માર્કરામની 91 રનની ઇનિંગ અને બોલિંગમાં તબરેઝ શમ્સીની 4 વિકેટે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સતત ચોથી હાર હતી. મેચમાં બેટિંગ વિભાગમાં પાકિસ્તાન કંઈ ખાસ કરી શક્યું ન હતું. પાકિસ્તાન તરફથી પ્રથમ બેટિંગ કરતા સઈદ શકીલ (52) અને કેપ્ટન બાબર આઝમે (50) અડધી સદીની ઇનિંગ્સ રમી હતી, જે ટીમને કોઈ પણ રીતે મદદ કરી શકી ન હતી. જોકે, પાકિસ્તાને એડન માર્કરામની વિકેટ ગુમાવીને મેચ લગભગ પોતાના પક્ષમાં કરી લીધી હતી. પરંતુ અંતે નવમા નંબરે આવેલા કેશવ મહારાજે ચોગ્ગો ફટકારીને આફ્રિકાને વિજયી બનાવ્યું હતું.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Embed widget