શોધખોળ કરો

World Cup 2023: આ તારીખે થશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો, જાણો કઈ ટીમો વચ્ચે રમાશે વર્લ્ડકપની પ્રથમ મેચ

World Cup 2023 Schedule: ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે.

World Cup 2023, IND vs PAK, world cup 2023 schedule:  આ વર્ષના અંતમાં ભારતમાં ODI વર્લ્ડ કપ રમાશે. 5 ઓક્ટોબરથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટનું શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ ભારતીય ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે મેચની તારીખ સામે આવી ગઈ છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાશે. વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે થશે. ભારત તેની પ્રથમ મેચ ચેપોકમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સેમીફાઇનલ મુંબઈમાં રમાઈ શકે છે.

આ ટીમો વચ્ચે પ્રથમ મેચ

રિપોર્ટ અનુસાર, ODI વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાઈ શકે છે. આ દિવસે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર થઈ શકે છે. આ ટીમો વચ્ચે 2019 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પણ રમાઈ હતી. ઘરઆંગણે રમાયેલા આ વર્લ્ડ કપને ઈંગ્લેન્ડે નામ આપ્યું હતું. વર્લ્ડ કપ 2023ની નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. રિપોર્ટ અનુસાર આઈસીસીએ આગામી વર્લ્ડ કપનું શેડ્યૂલ તૈયાર કરી લીધું છે. ભારતમાં ચાલી રહેલી IPL 2023ના અંત પછી વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવી શકે છે. IPLની 16મી સિઝનની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે.

ભારત-પાકિસ્તાનની ક્યાં થશે ટક્કર ?

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન ODI વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર થઈ ગયું છે. અગાઉ પીસીબીએ કહ્યું હતું કે જો ભારત એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય તો તેઓ વર્લ્ડ કપ માટે ભારત નહીં જાય. કેટલાક સમાચારોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને અમદાવાદમાં રમવા સામે વાંધો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં આ મેચને અન્ય સ્થળે શિફ્ટ કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન તેની મેચ હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમી શકે છે.

8 ટીમોએ બનાવ્યું સ્થાન

ODI વર્લ્ડ કપ 2023માં ટાઈટલ માટે 10 ટીમો વચ્ચે ટક્કર થશે. આ માટે 8 ટીમોએ જગ્યા બનાવી છે. ક્વોલિફાયર રમ્યા બાદ અન્ય બે ટીમો આવશે. ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે, જેમાં દરેક ટીમ લગભગ 9-9 મેચ રમશે. યજમાન ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા WC માટે ક્વોલિફાય થયા છે. ઝિમ્બાબ્વેમાં 18 જૂનથી 9 જુલાઈ દરમિયાન ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ દ્વારા છેલ્લા બે સ્થાનો ભરવામાં આવશે. જેમાં શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, ઓમાન, યુએઈ, આયર્લેન્ડ, નેપાળ, સ્કોટલેન્ડ અને અમેરિકાની ટીમ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Embed widget