World Cup 2023: અમદાવાદમાં રમાશે ફાઈનલ , આ 12 શહેરોમાં થશે વર્લ્ડ કપના મુકાબલા
ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. જો કે આ વર્ષે યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને મોટી માહિતી સામે આવી છે.
World Cup 2023 Venues & Schedule : ODI વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. જો કે આ વર્ષે યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને મોટી માહિતી સામે આવી છે. ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ મેદાનો પર રમાશે મુકાબલા
અમદાવાદ ઉપરાંત ODI વર્લ્ડ કપ 2023 દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ધર્મશાલા, લખનૌ, પુણે, ત્રિવેન્દ્રમ અને ગુવાહાટીમાં યોજાશે. આ ટુર્નામેન્ટની સેમી ફાઈનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે તો સેમીફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. પછી ભલે તે પોઇન્ટ ટેબલ અથવા ગ્રૂપમાં ટીમ ઇન્ડિયાની સ્થિતિ ગમે તે હોય.
BCCI અધિકારીઓની બેઠક
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સોમવારે BCCIના અધિકારીઓ અને સંબંધિત રાજ્યોના ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે એક અનૌપચારિક બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠકમાં ICCના નિયમો સિવાય ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચે છે, તો સેમિફાઇનલ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. વાસ્તવમાં, છેલ્લા ઘણા દિવસોથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ODI વર્લ્ડ કપ 2023ના સ્થળની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં 12 મેદાનો પર રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય સેમિફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતા અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ આઠ ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી
યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં મુખ્ય ઈવેન્ટ રમાશે. ઘરઆંગણે રમવાને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ફેવરિટ તરીકે ઉતરશે.