શોધખોળ કરો

World Cup Points Table 2023: પોઈન્ટ ટેબલમાં  16 પોઈન્ટ સાથે ભારત પ્રથમ સ્થાન પર, જાણો અન્ય ટીમની સ્થિતિ 

વનડે વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા.

ICC ODI World Cup 2023 Australia vs Afghanistan 2023: વનડે વર્લ્ડ કપ 2023ની 39મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 291 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટે 293 રન બનાવી મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને ત્રણ વિકેટથી હરાવ્યું છે. આ જીત સાથે કાંગારૂ ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ છે. હવે ચોથા સ્થાન માટે ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો થશે.


World Cup Points Table 2023: પોઈન્ટ ટેબલમાં  16 પોઈન્ટ સાથે ભારત પ્રથમ સ્થાન પર, જાણો અન્ય ટીમની સ્થિતિ 

ભારત ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. સાઉથ આફ્રિકા પણ 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. 

મેક્સવેલે બેવડી સદી ફટકારી બનાવ્યા અનેક રેકોર્ડ

 

ગ્લેન મેક્સવેલ ODI મેચમાં રનનો પીછો કરતી વખતે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. અગાઉ, વનડે રન ચેઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર જમાનના નામે હતો, જેણે 2021માં દક્ષિણ આફ્રિકા સામે લક્ષ્યનો પીછો કરતી વખતે 193 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ સ્કોર બનાવવાનો અગાઉનો રેકોર્ડ ઈંગ્લેન્ડના એન્ડ્રુ સ્ટ્રોસના નામે હતો, જેણે 2011ની ટૂર્નામેન્ટમાં ભારત સામેની મેચમાં 158 રન બનાવ્યા હતા.

ODI રન ચેઝમાં સર્વોચ્ચ સ્કોર...

 

201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિરુદ્ધ અફઘાનિસ્તાન, મુંબઈ, 2023 વર્લ્ડ કપ
193 - ફખર ઝમાન (પાકિસ્તાન) વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2021
185* - શેન વોટસન (ઓસ્ટ્રેલિયા) વિ બાંગ્લાદેશ, મીરપુર, 2011
183* - એમએસ ધોની (ભારત) વિ શ્રીલંકા, જયપુર, 2005
183 - વિરાટ કોહલી (ભારત) વિ. પાકિસ્તાન, મીરપુર, 2012

દિગ્ગજ કપિલ દેવનો રેકોર્ડ તૂટી ગયો


અફઘાનિસ્તાન સામેની મેચમાં મેક્સવેલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. આ નંબર પર બેવડી સદી ફટકારીને તેણે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ કેપ્ટન કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો. કપિલ દેવે 1983માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 175* રનની અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ હવે તેના અણનમ 201* રન સાથે, ODIમાં છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલના નામે નોંધાયેલો છે.

વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

237* - માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) વિ વેસ્ટ ઈન્ડિઝ, વેલિંગ્ટન, 2015
215 - ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) વિ ઝિમ્બાબ્વે, કેનબેરા, 2015
201* - ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) વિ અફઘાનિસ્તાન, મુંબઈ, 2023* 
188* - ગેરી કર્સ્ટન (દક્ષિણ આફ્રિકા) વિરુદ્ધ UAE, રાવલપિંડી, 1996
183 - સૌરવ ગાંગુલી (ભારત) વિ. શ્રીલંકા, ટોન્ટન, 1999.

 

ટોપ સ્ટોરી

IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Poco નો 25 હજારવાળો ફોન મળી રહ્યો છે ફક્ત 17 હજારમાં, બિલકુલ મિસ ન કરો ડીલ
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Embed widget