DC-W vs GG-W Highlights: શ્વાસ થંભાવી દેતી મેચમાં ગુજરાતે દિલ્હીને હરાવ્યું, હરલીન ચમકી,પોઈન્ટ ટેબલમાં માર્યો કૂદકો
DC-W vs GG-W Highlights: ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ (WPL 2025) ની 17મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો. હરલીન દેઓલે 70 રનની અણનમ મેચવિનિંગ ઇનિંગ રમી.

Delhi Capitals vs Gujarat Giants Highlights: શુક્રવારે યોજાયેલી મહિલા પ્રીમિયર લીગ (WPL 2024) ની 17મી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે એક રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો. છેલ્લી ક્ષણ સુધી ખબર નહોતી કે મેચ કઈ દિશામાં વળશે. ક્યારેક એવું લાગતું હતું કે દિલ્હી વિજય તરફ આગળ વધી રહ્યું છે અને થોડા સમય પછી ગુજરાતનો હાથ ઉપર હોય તેવું લાગવા લાગ્યું. ગુજરાતની બેટ્સમેન હરલીન દેઓલે 70 રનની મેચવિનિંગ ઇનિંગ રમી. ડિઆન્ડ્રા ડોટિને પણ અંતમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને લક્ષ્યને થોડું સરળ બનાવ્યું. આ જીત સાથે, ગુજરાત જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.
#GG clinch a nail-biter 😬👏
— Women's Premier League (WPL) (@wplt20) March 7, 2025
Gujarat Giants chase down 178 with three deliveries to spare and regain 2⃣nd place on the points table 👌
Scorecard ▶️ https://t.co/8MkGSWFGZc#TATAWPL | #GGvDC | @Giant_Cricket pic.twitter.com/XLM73mIl2v
178રનનો પીછો કરતી વખતે, ગુજરાત જાયન્ટ્સની પહેલી વિકેટ 4 રનના સ્કોર પર પડી ગઈ. દયાલન હેમલથાને શિખા પાંડેએ આઉટ કરી. આ પછી, હરલીન દેઓલે બેથ મૂની સાથે મળીને 77 રનની ભાગીદારી કરી. મિન્નુ મણિએ બેથ મૂની (44) ને આઉટ કરી.
છેલ્લી ઘડી સુધી ખબર નહોતી કે મેચ કોણ જીતી શકે છે
હરલીન દેઓલે કેપ્ટન એશ ગાર્ડનર સાથે મળીને ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી. ગાર્ડનર 13 બોલમાં 22 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, આ ઇનિંગમાં તેણે 2 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી, ડિએન્ડ્રા ડોટિને 10 બોલમાં 24 રન બનાવીને મજબૂત દેખાતી દિલ્હીને પાછળ છોડી દીધી. જ્યારે ડોટિનને જેસ જોનાસન દ્વારા આઉટ કરવામાં આવી, ત્યારે મેચ ફરી એકવાર ટાઇ થઈ હોય તેવું લાગ્યું. ડોટિન પછી આવેલી ફોબી લિચફિલ્ડ પહેલા જ બોલ પર આઉટ થઈ ગઈ.
પછી ગુજરાત જાયન્ટ્સને 12 બોલમાં 16 રનની જરૂર હતી, વિજય નજીક જણાતો હતો પરંતુ શિખા પાંડેએ 19મી ઓવરના પહેલા 5 બોલમાં માત્ર 3 રન આપ્યા. હવે 7 બોલમાં 13 રનની જરૂર હતી, કાશ્વી ગૌતમે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ફરી એક વાર સ્થિતિ બદલી નાખી. હરલીન દેઓલે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી. કાશ્વી ગૌતમે ત્રીજા બોલ પર વિજયી રન બનાવ્યો.
હરલીન દેઓલે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી
આ મેચની સ્ટાર ખેલાડી હરલીન દેઓલ છે, જેણે 70 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મહત્વપૂર્ણ ઇનિંગમાં તેણે 9 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
મેગ લેનિંગ સદી ચૂકી ગઈ, દિલ્હી કેપિટલ્સે 177 રન બનાવ્યા
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, દિલ્હી કેપિટલ્સની શરૂઆત કેપ્ટન મેગ લેનિંગ અને શેફાલી વર્માએ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી. શેફાલી 40 રન બનાવીને મેઘના સિંહના બોલ પર આઉટ થઈ ગઈ. આ પછી, બીજા છેડે વિકેટો પડતી રહી પરંતુ મેગ લેનિંગે પોતાની આક્રમક ઇનિંગ ચાલુ રાખી.
લેનિંગે 57 બોલમાં 92 રન બનાવ્યા, આ ઇનિંગમાં તેણે 15 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. જોકે, તે પોતાની સદી ચૂકી ગઈ. ગુજરાત જાયન્ટ્સ તરફથી મેઘના સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેણે પોતાની 4 ઓવરમાં 35 રન આપ્યા. ડિઆન્ડ્રા ડોટિને 2 વિકેટ લીધી. તેણે 4 ઓવરમાં 37 રન ખર્ચ્યા.
આ પણ વાંચો...



















