શોધખોળ કરો

IND vs ENG: યશસ્વી જાયસ્વાલે રાજકોટમાં બેવડી સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, આ ક્લબમાં કરી એન્ટ્રી 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું  રાજ જોવા મળ્યું હતું.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું  રાજ જોવા મળ્યું હતું. જયસ્વાલે ઇંગ્લેન્ડ સામે ભારતની બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી અને 214 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગના આધારે જયસ્વાલે વિરાટ કોહલી અને વિનોદ કાંબલીની ખાસ ક્લબમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

વાસ્તવમાં યશસ્વી જયસ્વાલ સતત બે ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ભૂતપૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલીએ ભારત માટે આ કારનામું પ્રથમ કર્યું હતું. તેણે 1992/93માં વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે 224 રનની ઈનિંગ રમી હતી. આ પછી દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે 227 રન બનાવ્યા હતા. આ કિસ્સામાં, અન્ય બેટ્સમેન વિરાટ કોહલીએ વર્ષ 2017/18માં આ સિદ્ધિ મેળવી હતી. કોહલીએ શ્રીલંકા સામે નાગપુર ટેસ્ટમાં 213 રન બનાવ્યા હતા. આ પછી, આગલી મેચમાં તેણે દિલ્હીમાં શ્રીલંકા સામે 243 રન બનાવીને સતત બીજી બેવડી સદી ફટકારી.

હવે આ બે દિગ્ગજ બેટ્સમેન પછી યશસ્વી જયસ્વાલનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયું છે. યશસ્વીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી શ્રેણીની બીજી મેચમાં 209 રનની ઈનિંગ રમી હતી. આ પછી, ત્રીજી મેચમાં પણ તેનું બેટ ખૂબ સારું ચાલ્યું અને તેણે ભારતની બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી.

ઉલ્લેખનીય છે કે યશસ્વી જયસ્વાલ છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં તેનુ બેટ શાનદાર ચાલી રહ્યું છે. જયસ્વાલ જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે જોઈને ચાહકો ઘણા ખુશ છે. ચાહકોને આશા છે કે યુવા ખેલાડીનું બેટ આગામી મેચોમાં સારું પ્રદર્શન કરશે અને તેઓ તેની જબરદસ્ત બેટિંગ જોવા મળશે. 

સળંગ બીજી ટેસ્ટમાં બીજી બેવડી સદી 
ભારતીય ટીમનો યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલ ઘણી સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી હતી. હવે આ બેટ્સમેને રાજકોટ ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારી છે. ત્રીજા દિવસની રમતમાં તેણે 80 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 122 બોલનો સામનો કર્યા બાદ તેણે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી. ત્રીજા દિવસે તેણે પીઠના દુખાવાની ફરિયાદ કરી અને તે નિવૃત્ત થઈને પાછો ફર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget