શોધખોળ કરો
Advertisement
સીકે નાયડૂ અંડર-23:યશસ્વીએ ફટકારી સદી, અર્જુન તેંડુલકર રહ્યો ફ્લોપ
મુંબઇ અને પોંડુંચેરી વચ્ચે વાનખેડે સ્ટેડિયમ પર રમાઇ રહેલી મેચમાં યશસ્વીએ શાનદાર સદી ફટકારી હતી
મુંબઇઃ મુંબઇના યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે અંડર-19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડકપ બાદ સીકે નાયડૂ અંડર-23 ટુનામેન્ટ રમાઇ રહી છે. મુંબઇ અને પોંડુંચેરી વચ્ચે વાનખેડે સ્ટેડિયમ પર રમાઇ રહેલી મેચમાં યશસ્વીએ શાનદાર સદી ફટકારી હતી. તે હાલમાં 211 બોલ પર 171 રન બનાવી રમી રહ્યો છે. મુંબઇએ બે વિકેટના નુકસાન પર 334 રન બનાવ્યા છે.
મુંબઇના કેપ્ટન તમોરેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોંડુંચેરીની પ્રથમ ઇનિંગમાં આકાશ કરગાવ સિવાય એક પણ બેટ્સમેન ટકી શક્યો નહીં. આકાશે 50 રન બનાવ્યા. મુંબઇ તરફથી મિલિંદ માંજરેકરેએ 15.5 ઓવરમાં 41 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. પોંડુચેરીની પ્રથમ ઇનિંગ 209 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
મુંબઇ તરફથી અમન હાકિમ ખાને 52 બોલ પર 64 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા અર્જુન તેંડુલકર ફક્ત છ રન બનાવી આઉટ થઇ ગયો હતો. અર્જુન તેંડુલકર બોલિંગમાં પણ કાંઇ ખાસ કમાલ કરી શક્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement