Yashasvi Jaiswal Record: ઈંગ્લેન્ડ સામે જયસ્વાલે રચ્યો ઈતિહાસ, આ મામલે ગાવસ્કરને છોડ્યા પાછળ
Yashasvi Jaiswal Test Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી છે.
Yashasvi Jaiswal Test Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડને 218 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની ઈનિંગની શરૂઆત કરતા યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો છે. તેણે એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આ પહેલા કોઈ ભારતીય બેટ્સમેન કરી શક્યો ન હતો.
🚨 Milestone 🔓
— BCCI (@BCCI) March 7, 2024
1⃣0⃣0⃣0⃣ Test runs and counting 🙌
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/mjQ9OyOeQF
ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. જયસ્વાલે અહીંના HPCA સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે ગુરુવારે ટેસ્ટ ક્રિકેટમાં તેના 1000 રન પૂરા કર્યા. તે ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બીજો ભારતીય બન્યો છે. જયસ્વાલે 9 ટેસ્ટ મેચની 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
22 વર્ષીય જયસ્વાલે ભારતની પ્રથમ ઇનિંગમાં 14.3 ઓવરમાં શોએબ બશીર સામે ચોગ્ગો ફટકારીને ટેસ્ટમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા. હવે તેની આગળ માત્ર વિનોદ કાંબલી છે, જેમના નામે ટેસ્ટમાં ઓછામાં ઓછી 14 ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ છે. આ યાદીમાં ચેતેશ્વર પુજારા (18) ત્રીજા, મયંક અગ્રવાલ (19) અને સુનીલ ગાવસ્કર (21) ચોથા સ્થાને છે.
યશસ્વી જયસ્વાલે ઈતિહાસ રચ્યો
આ મેચની શરૂઆત પહેલા યશસ્વી જયસ્વાલે આ સિરીઝમાં 4 મેચમાં 655 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેણે ધર્મશાલા ટેસ્ટમાં ખાતું ખોલતાની સાથે જ આ શ્રેણીમાં 656 રન પૂરા કર્યા. આ સાથે તે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ 2016માં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 655 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય
યશસ્વી જયસ્વાલ - 656+ રન, 2024
વિરાટ કોહલી - 655 રન, 2016
રાહુલ દ્રવિડ - 602 રન, 2002
વિરાટ કોહલી - 593 રન, 2018
વિજય માંજરેકર - 586 રન, 1961
જયસ્વાલે 56 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. જોકે, પોતાની ફિફ્ટી પૂરી કર્યા બાદ તે શોએબ બશીરના બોલ પર આઉટ થયો હતો. ઈનિંગ દરમિયાન તે 58 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 57 રન બનાવીને આઉટ થયો હતો. તેણે કેપ્ટન રોહિત શર્મા સાથે પ્રથમ વિકેટ માટે 104 રનની સદીની ભાગીદારી પણ કરી હતી.
જયસ્વાલે હવે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 700થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર તે ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે. જયસ્વાલ સિવાય માત્ર સુનીલ ગાવસ્કર જ છે, જેમની પાસે ટેસ્ટ સિરીઝમાં 700થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ સિરીઝમાં આ સિદ્ધિ મેળવી હતી. જે બાદ તેણે 1978-79માં પણ આ સિદ્ધિ મેળવી હતી.