(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના આ યુવા બેટ્સમેને સળંગ ત્રીજી સદી ફટકારીને મચાવી ધમાલ, ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી માટે બન્યો દાવેદાર
મુંબઇ તરફથી આ ઇનિંગમાં ઓપનર યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલે શાનદાર પ્રદર્શન કર્યુ, તેને બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારી દીધી.
Yashasvi Jaiswal Mumbai vs Uttar Pradesh Ranji Trophy 2022: રણજી ટ્રૉફી 2021-22ની બીજી સેમિફાઇનલમાં મુંબઇ અને ઉત્તરપ્રદેશની વચ્ચે રમાઇ. આ મેચમાં મુંબઇએ પહેલી ઇનિંગમાં ઓલઆઉટ થવા સુધી 393 રન બનાવ્યા, આના જવાબમાં યુપીની ટીમ પહેલી ઇનિંગમાં 180 રનો પર જ ઓલઆઉટ થઇ ગઇ. બાદમાં મુંબઇ બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરી હતી.
મુંબઇ તરફથી આ ઇનિંગમાં ઓપનર યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલે શાનદાર પ્રદર્શન કર્યુ, તેને બન્ને ઇનિંગમાં સદીઓ ફટકારી દીધી. આની સાથે જ તેને પોતાના દમદાર પ્રદર્શનથી ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં માટે દાવેદારી ઠીકી દીધી.
યશસ્વીએ સિઝનમાં સળંગ ત્રણ ઇનિંગમાં સદીઓ ફટકારી, તેને એક ઇનિંગમાં 150 બૉલનો સામનો કરતા 103 રન બનાવ્યા, જ્યારે યુપી વિરુદ્ધ પહેલી ઇનિંગમાં તેને 227 બૉલનો સામનો કરતા 100 રન બનાવ્યા. જાયસવાલે આ ઇનિંગમાં 15 ચોગ્ગા ફટકાર્યા. આ પછી બીજી પણ દમદાર રમત બતાવી. યશસ્વી જાયસવાલે બીજી ઇનિંગમાં 334 બૉલનો સામનો કરતા 162 રનોની સ્પેશ્યલ ઇનિંગ રમી. તેની આ ઇનિંગમાં પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો હતો.
આ પણ વાંચો......
HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર
ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર
Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર
ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?