શોધખોળ કરો

Yuvraj Sixes: આજના જ દિવસે બ્રૉડને ધોયો હતો યુવીએ, 6 બૉલમાં 6 છગ્ગા ફટકારીને કર્યો હતો કમાલ, વીડિયોમાં જુઓ 16 વર્ષ જુની યાદો....

યુવરાજ સિંહની ગણતરી વિશ્વ ક્રિકેટના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડીઓમાં થાય છે. આનું ઉદાહરણ પહેલા ટી20 વર્લ્ડકપમાં જોવા મળ્યું હતું

Yuvraj Singh Smashed 6 sixes In An Over On This Day: ક્રિકેટ એ અનિશ્ચિતતાઓથી ભરેલી રમત છે, અને ગમે સમયે આમાં કંઈ પણ થઈ શકે છે. 2007માં જ્યારે પહેલીવાર ટી20 વર્લ્ડકપ રમાયો હતો, ત્યારે દક્ષિણ આફ્રિકા પહોંચેલી ભારતીય ટીમને પ્રબળ દાવેદાર તરીકે કોઈએ જોયું ન હતું. આ પછી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી યુવા ભારતીય ટીમે બધાને ખોટા સાબિત કર્યા અને ખિતાબ જીત્યો. આ ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પાકિસ્તાન સામેની ભારતની જીત ઉપરાંત એક બીજી વાતને લઇને પણ ફેન્સ માટે યાદગાર બની ગઇ, અને તે હતી યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટૂઅર્ટ બ્રૉડની એક ઓવરમાં સળંગ 6 બૉલમાં ફટકારેલા 6 છગ્ગા હતી, આજે આ વાતને 16 વર્ષ પૂર્ણ થયા. વાંચો જુની યાદોને.... 

યુવરાજ સિંહની ગણતરી વિશ્વ ક્રિકેટના સૌથી મોટા મેચ વિનિંગ ખેલાડીઓમાં થાય છે. આનું ઉદાહરણ પહેલા ટી20 વર્લ્ડકપમાં જોવા મળ્યું હતું. 19 સપ્ટેમ્બરે જ્યારે ભારતીય ટીમ ડરબનના મેદાન પર રમવા આવી ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આજે ક્રિકેટના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનતો જોવા મળશે.

ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. ડરબન મેદાનની ફાસ્ટ પીચ પર 17મી ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટના નુકસાન પર 155 રન બનાવી લીધા હતા. આ પછી એન્ડ્રુ ફ્લિન્ટોફ ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 18મી ઓવર ફેંકવા આવ્યો અને તે સમયે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે યુવરાજ સિંહ પિચ પર હાજર હતો. ફ્લિન્ટોફે તેની ઓવરમાં 12 રન આપ્યા હતા પરંતુ તેની ઓવર પૂરી કર્યા બાદ તે યુવરાજ સિંહ સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો અને મેદાન પર બંને વચ્ચે જોરદાર બોલાચાલી પણ થઇ હતી, આ પછી યુવરાજ બરાબરનો ગિન્નાયો હતો. 

19મી ઓવરમાં આવ્યું યુવરાજનું વાવાઝોડું 
એન્ડ્રુ ફ્લિન્ટોફે તે સમયે કલ્પના પણ નહીં કરી હોય કે યુવરાજ સાથેનું ઘર્ષણ તેની ટીમ માટે કેટલું મોંઘું પડશે. ઈંગ્લેન્ડે ઈનિંગની 19મી ઓવર બૉલિંગ કરવાની જવાબદારી તત્કાલિન 21 વર્ષના યુવા ફાસ્ટ બૉલર સ્ટૂઅર્ટ બ્રૉડને આપી હતી. આ ઓવરના પહેલા બૉલ પર યુવરાજે મિડવિકેટ તરફ સિક્સર ફટકારી હતી. તેણે સ્ક્વેર લેગ પર બીજો બૉલ ફ્લિક કર્યો અને તે પણ પ્રેક્ષકોની વચ્ચે મોકલ્યો. ત્રીજા બૉલ પર યુવરાજે બેટને ઓફ સાઈડ તરફ સ્વિંગ કરતી વખતે સિક્સર ફટકારી હતી.

ઓવરના પહેલા 3 બૉલ પર સતત સિક્સર ફટકાર્યા બાદ સ્ટૂઅર્ટ બ્રૉડ ખુબ દબાણમાં હતો. આ કારણે તેણે ચોથો બૉલ ફૂલ ટૉસ ફેંક્યો, જેને યુવીએ આસાનીથી સિક્સર ફટકારી. હવે બધાની નજર પાંચમા બૉલ પર ટકેલી હતી અને યુવીએ તેને મિડવિકેટ તરફ સિક્સર ફટકારી હતી.

છેલ્લા બૉલ પર ભારતીય ટીમના ડગ આઉટમાં બેઠેલા મોટાભાગના ખેલાડીઓ પણ ઉભા રહીને આતુરતાથી જોઈ રહ્યા હતા કે શું યુવરાજ સતત 6 સિક્સર ફટકારવામાં સફળ થશે. આ રેકોર્ડ બનાવવાની સાથે યુવીએ બ્રૉડના છેલ્લા બૉલને વાઈડ મિડ-ઓન તરફ સુંદર રીતે ફટકાર્યો અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુરા કર્યા સૌથી ફાસ્ટ અર્ધશતક - 
યુવરાજ સિંહે એક ઓવરમાં સતત 6 સિક્સર ફટકારીને એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે જ સમયે તેણે માત્ર 12 બૉલમાં તેની અડધી સદી પણ પૂરી કરી, જે આજે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં આ આંકડા સુધી પહોંચવાનો સૌથી ઝડપી સમયના સંદર્ભમાં વિશ્વ રેકોર્ડ છે. યુવરાજની 16 બૉલમાં 58 રનની ઈનિંગના આધારે ભારત 20 ઓવરમાં 218 રન બનાવી શક્યું હતું. બાદમાં ટીમ ઈન્ડિયાએ આ મેચ 18 રને જીતી લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget