શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદ સામે ડીઆરએસ ના લેવા મામલે યુવરાજ સિંહે ધવનને ખખડાવ્યો, તો ધવને શું આપ્યો જવાબ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે જો ધવન રિવ્યૂ લેતો તો કદાચ બચી જતો, અને વધુ એક સારી ઇનિંગ રમી શકતો હતો. ધવને મેચમાં 78 રનોની શાનદાર ઇનિંગ રમી હતી
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની બીજી ક્વૉલિફાયર મેચ રમાઇ, આ મેચમાં દિલ્હીની ટીમે હૈદરાબાદને 17 રને હાર આપીને પ્રથમ વાર આઇપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. આ મેચમાં દિલ્હીને જીતાડવામાં શિખર ધવનનો ફાળો મોટો રહ્યો પરંતુ તે કમનસીબે 78 રને એલબીડબ્લ્યૂ આઉટ થઇ ગયો. આ મામલે ડીઆરએસ ના લેવા કારણે યુવરાજે સિંહે તેને ટ્રૉલ કર્યો હતો.
ખરેખરમાં બન્યુ એવુ કે ધવન 19મી ઓવરની ત્રીજા બૉલ પર સંદીપ શર્માના બૉલ પર રમવા ગયો, ને બૉલ સીધો પેડ પર ટકરાયો, બાદમાં એમ્પાયરે ધવનને આઉટ જાહેર કરી દીધો. આ સમયે ધવન 78 રન બનાવી ચૂક્યો હતો. જ્યારે ધવન બાઉન્ડ્રી સુધી પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેને રિવ્યૂ લેવો જોઇએ તો હતો. આ રિવ્યૂ ના લેવાના કારણે યુવરાજ સિંહે ધવનને ટ્રૉલ કર્યો હતો. જોકે ધવને પણ મસ્ત અંદાજમાં જવાબ આપ્યો હતો.
યુવરાજ સિંહે લખ્યું- અંતિમ ઓવરોમાં બૉલરોએ શાનદાર વાપસી કરી, એક પણ બાઉન્ડ્રી ના મારવા દીધી, નટરાજને અને સંદીપ શર્મા પ્રસંશાને કાબિલ છે. દબાણ વાળી મેચમાં કામને સુંદર રીતે પાર પાડ્યુ. મેન ઇન ફોર્મ શિખર ધવન, પરંતુ નામ તો જટ્ટજી છે. ડીઆરએસનુ શું ભાઇ. હંમેશાની જેમ ભુલી ગયો હશો.
યુવીના આ ટ્વીટનો ધવને સુંદર જવાબ આપ્યો, ધવને પંજાબી ભાષામાં જવાબ આપતા લખ્યું- પાજી, મેંનુ લગ ગયા આઉટ હૈ તમી મે બાહર જાને લગા, લેકીન જબ બાઉન્ડ્રી પર પહોંચા તો મુજે પતા ચલ ગયા.
ઉલ્લેખનીય છે કે જો ધવન રિવ્યૂ લેતો તો કદાચ બચી જતો, અને વધુ એક સારી ઇનિંગ રમી શકતો હતો. ધવને મેચમાં 78 રનોની શાનદાર ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion