શોધખોળ કરો
Advertisement
યુવરાજસિંહની ફિલ્મી દુનિયામાં એન્ટ્રી, પત્ની સાથે આ ફિલ્મમાં એક્ટિંગ કરતો દેખાશે યુવી, જાણો વિગતે
રિપોર્ટ છે કે, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ પોતાના ભાઇ જોરાવર સિંહ અને પત્ની હેજલ કીચ સાથે એક વેબ સીરીઝમાં કામ કરશે. આ વેબ ફિલ્મમાં યુવરાજ હીરો તરીકે દેખાશે
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ભલાભલા બૉલરના હોશ ઉડાડી દેનારો ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહ હવે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરવા જઇ રહ્યો છે. ક્રિકેટ કેરિયરમાં ભારતીય ટીમને અનેક ટ્રૉફી પોતાના નામે કરી આપવામાં યુવરાજનો મોટો ફાળો રહ્યો છે. જોકે, હવે ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ તે પોતાની નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે.
રિપોર્ટ છે કે, પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ પોતાના ભાઇ જોરાવર સિંહ અને પત્ની હેજલ કીચ સાથે એક વેબ સીરીઝમાં કામ કરશે. આ વેબ ફિલ્મમાં યુવરાજ હીરો તરીકે દેખાશે.
વેબ સીરીઝને આસામ સ્થિત ‘ડ્રીમ હાઉસ પ્રૉડક્શન્સ’નો સહયોગ મળ્યો છે. પ્રૉડક્શન બેનરની નીતી શર્માએ જણાવ્યુ કુ જોરાવર આ વેબ સીરઝ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહેશે, જ્યારે તેની મા શબનમ પણ આમાં સહયોગ આપશે.
વેબ ફિલ્મને લઇને નીતા શર્માએ કહ્યું કે, યુવરાજ અને જોરાવર એક જ ફિલ્મમાં સાથે કામ કરશે તે અમારા માટે ગૌરવની વાત છે.
નોંધનીય છે કે, યુવરાજ સિંહ ભારત તરફથી 40 ટેસ્ટ, 308 વનડે અને 58 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 33.92ની એવરેજતી યુવરાજે 1900 રન બનાવ્યા છે. વળી વનડેમાં યુવરાજે 8701 રન અને ટી20માં 1177 રન બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion