કહેવામાં આવે છે કે, લાર્લીનની આ વાતથી લેસ્લી એટલો નારાજ થયો કે, તેણે પોતાની લાયસન્સવાળી બંદૂકથી પત્નીને તાબડતોડ 7 ગોળી મારી હત્યા કરી દીધી. આ બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે 20 ઓક્ટોબર, 1954ના રોજ લેસ્લીને તેની પત્નીની હત્યા માટે દોષી જાહેર કર્યો અને બાદમાં તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી.
2/6
નવી દિલ્હીઃ ક્રિકેટરોની લક્ઝરી લાઈફ વિશે તો બધા જાણે છે, પરંતુ તેના પર લાગેલ આરોપો વિશે લોકો ઓછું જાણતાં હોય છે. એક એવા જ ક્રિકેટર છે જેને ફાંસીની સજા આપવામાં આવી હતી. તે ખેલાડી હતા વેસ્ટ ઇન્ડીઝના એક પૂર્વ ક્રિકેટર લેસ્લી જોર્જ હિલ્ટન. લેસ્લી એક ફાસ્ટ બોલર હતા. તેમને 1935થી લઈને 1939 સુધી વેસ્ટ ઇન્ડીઝ માટે 6 ટેસ્ટ મેચ રમ્યા હતા.
3/6
લેસ્લી પણ હાર માનવાવાળો વ્યક્તિ ન હતો. તેણે પોસ્ટ ઓફિસથી કેટલીક ચિટ્ઠીઓ કઢાવી, જે લાર્લીનને લખવામાં આવી હતી અને તેણે પોતાની પત્નીને બતાવી. ત્યારબાદ લાર્લીને કબૂલ કર્યું કે, તેને અવૈદ્ય સંબંધ હતા. આ મામલે લાર્લીને ખુલાસો કર્યો હતો કે, લેસ્લી સાથે તેનો કોઈ મેળ ન હતો, તે તેના લેવલનો ન હતો અને તેથી હું હંમેશા બિમાર રહેતી હતી.
4/6
લેસ્લીને એક ગુમનામ ચિટ્ઠી મળી હતી જેમાં લાર્લીન અને ન્યૂયોર્કના એક વ્યક્તિ સાથે તેના અવૈદ્ય સંબંધ વિશે તેમાં જણાવવામાં આવ્યું હતું. ગુમનામ ચિટ્ઠી મળ્યા બાદ લેસ્લીએ તુરંત પોતાની પત્નીને ન્યૂયોર્કથી પાછા બોલાવી અને તેના વિશે પૂરા પરિવારને જણાવી દીધુ.
5/6
લેસ્લી અને લાર્લીન વર્ષ 1935માં પહેલી વખત એકબીજાને ત્યારે મળ્યા, જ્યારે લેસ્લી હિલ્ટન પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો. આ દરમ્યાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો, અને થોડા વર્ષ બાદ 1942માં બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના 5 વર્ષ બાદ તેમને એક પુત્ર પણ થયો, પરંતુ લગ્નના 12 વર્ષ બાદ બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ.
6/6
લેસ્લી હિલ્ટનને તેની પત્નીની હત્યાના ગુનામાં 17 મે, 1955માં ફાંસી આપી દેવામાં આવી હતી. આ હત્યા પાછળનું કારણ પણ ખુબ રસપ્રદ છે. કહેવામાં આવે છે કે, તેમણે પત્નીની બેવફાઈથી નારાજ થઈ તેની હત્યા કરી દીધી હતી.