મયંકની ફિટનેસ તો પ્રશંસાને પાત્ર છે જ પણ તે આનો ફાયદો પોતાના પ્રદર્શનમાં ઉઠાવી શક્યો નથી. ડૉમેસ્ટિક ક્રિકેટમાં તેનો રેકોર્ડ પ્રભાવી રહ્યો નથી. અત્યાર સુધી રમેલી 11 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તે માત્ર 30 વિકેટ્સ લઈ શક્યો છે. જ્યારે લિસ્ટ એની 10 મેચોમાં તેણે માત્ર 4 જ વિકેટ ઝડપી છે. હવે તેને એ વાત ખાસ ધ્યાનમાં રાખવી પડશે કે, ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ફિટનેસ જ નહીં, સારું પ્રદર્શન ખૂબ મહત્વનું છે.
2/4
જોકે આ ટેસ્ટમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને મયંગ ડાગરે સૌથી ઉંચો સ્કોર મેળવ્યો હતો. મયંકે ન માત્ર યો-યો ટેસ્ટ પાસ કર્યો પણ 19.3 સ્કોર બનાવ્યો, જે આજ સુધી કોઈપણ ભારતીય ક્રિકેટર કરતા વધુ છે. અગાઉ મનીષ પાંડેએ 19.2નો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી 19 પોઈન્ટ્સ મેળવી ચૂક્યો છે.
3/4
રાયડૂનું ટેસ્ટમાં ફેઈલ થવું રૈના માટે લકી સાબિત થયું અને તે આયરલેન્ડ તથા ઈંગ્લેન્ડ સામેની ટી20 અને વન-ડે ટીમમાં શામેલ થઈ ગયો. આ ટેસ્ટ પાસ કરવા માટે ઓછામાં ઓછા 16.1 પોઈન્ટ્સ લાવવા પડે છે.
4/4
નવી દિલ્હીઃ ભારતની નેશનલ ટીમમાં જવા માટેનું માપદંડ બની ગયેલ યો-યો ટેસ્ટમાં યુવા ક્રિકેટર મયંગ જાગરે શાનદાર સ્કોર કર્યો છે. હિમાચલ પ્રદેશથી રમતા ડાગરે અનેક દિગ્ગજ ક્રિકેટર્સને પાછળ છોડ્યા છે. નોંધનીય છે કે, ઘણા જાણીતા ખેલાડીઓ આ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે ટીમની બહાર થઈ ચૂક્યા છે. તાજેતરમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઑર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ આ ટેસ્ટ પાસ ન કરી શકવાને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નહોતા.