શોધખોળ કરો
Advertisement
માત્ર 9 વનડે રમેલા આ ખેલાડીને લાગી લૉટરી, વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં મળ્યુ સ્થાન, જાણો વિગતે
માત્ર 9 ઇન્ટરનેશનલ વનડે રમેલા 28 વર્ષીય યુવા ખેલાડી વિજય શંકરને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યુ છે, જે તેના માટે કોઇ લૉટરીથી કમ નથી. વિજય શંકરને ટીમમાં સ્થાન મળવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ખાસ વાત એ છે કે વિજય શંકર એક ઓલરાઉન્ડર છે
નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપ 2019 માટે બીસીસીઆઇએ 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક પૉસ્ટ કરીને 15 સભ્યોની ટીમનુ લિસ્ટ શેર કર્યુ છે. ટીમમાં ખાસ ચોંકાવનારી વાત એ છે કે, ટીમમાં તામિલનાડુના યુવા ઓલરાઉન્ડર વિજય શંકરને સ્થાન મળ્યુ છે.
માત્ર 9 ઇન્ટરનેશનલ વનડે રમેલા 28 વર્ષીય યુવા ખેલાડી વિજય શંકરને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યુ છે, જે તેના માટે કોઇ લૉટરીથી કમ નથી. વિજય શંકરને ટીમમાં સ્થાન મળવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ખાસ વાત એ છે કે વિજય શંકર એક ઓલરાઉન્ડર છે, જે બેટિંગની સાથે સાથે બૉલિંગ પણ સારી એવી કરી શકે છે. નિદહાસ ટ્રૉફી બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં મળેલી તક શંકર માટે વરદાન સાબિત થઇ. હાલમાં આઇપીએલમાં પણ હૈદરાબાદની ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી રહ્યો છે.
વર્લ્ડકપ 2019....
કેમ સ્થાન મળ્યુ વિજય શંકરને ટીમ ઇન્ડિયામાં.....
- વિજય શંકર ઓલરાઉન્ડર છે, બેટિંગની સાથે સાથે બૉલિંગ પણ સારી રીતે કરી શકે છે.
- નંબર 4ના સ્થાનને વિજય શંકરથી પુરી શકાય એમ છે.
- ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ રાહુલ દ્રવિડને શંકર ઉપર વિશ્વાસ છે.
- હાર્દિક પંડ્યાની સતત ગેરહાજરીથી શંકરને ચાન્સ મળ્યો.
- હાર્દિકની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવી.
વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા...
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.
India’s squad for the ICC #CWC19 announced: Virat Kohli (Capt), Rohit Sharma (vc), Shikhar Dhawan, KL Rahul, Vijay Shankar, MSD (wk), Kedar Jadhav, Dinesh Karthik, Yuzvendra Chahal, Kuldeep Yadav, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Hardik Pandya, Ravindra Jadeja, Mohd Shami
— BCCI (@BCCI) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion