ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ખેલાડીઓમાં સૌથી વધારે લોકપ્રિય વિરાટ કોહલી છે. જ્યારે સચિન તેંડુલકરના ઇન્સ્ટાગ્રામ પર 1.17 કરોડ ફોલોઅર્સ છે. રોનાલ્ડોની અનેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિતાલે વર્ષે દીકરીના જન્મ બાદ તેણે પ્રેમિકા સાથે જે તસવીર પોસ્ટ કરી હતી તે સૌથી વધારે વાયરલ થનારી તસવીરમાં હતી.
2/4
કમાણીની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામથી કમાણી કરવાના મામલે પણ રોનાલ્ડો સૌથી આગળ છે. પોતાની એક પોસ્ટ દ્વારા રોનાલ્ડો લગભગ 6.5 કરોડ રૂપિયાની કમામી કરે છે. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પોસ્ટ દ્વારા અંદાજે 83 લાખ રૂપિયાની કમાણી કરે છે.
3/4
રોનાલ્ડોની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થાય છે. હાલમાં જ તેણે પોતાની એક જિમ કરતી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અંદાજે 66,23,331 લાઈક મળઅયા હતા. જ્યારે ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ક્રિકેટરોની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના 11.7 મિલિયર અને વિરાટ કોહલીના 24.9 મિલિયન ફોલોઅર છે.
4/4
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના જમાનામાં અહીં રમત અને ફિલ્મ જગતના દિગ્ગજ માત્ર પોતાના વિચાર જ શેર નથી કરતાં પરંતુ તેની સાથે સાથે લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે. પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યના મામલે એક્ટ્રેસ-સિંગર સેલેના ગોમેજને પાછળ છોડી દીધી છે. રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર મંગળવાર રાત સુધી 144,338,650 ફોલોઅર થઈ ગાય છે જ્યારે ગોમેજના 144,321,029 ફોલોઅર છે.