હરભજન સિંહે એમ પણ કહ્યું કે તેઓ એ બસમાં પણ બેસવાનું પસંદ કરશે નહીં જેમાં હાર્દિક પંડ્યા અને રાહુલ હોય. ભજ્જીએ કહ્યું કે, જો ટીમ બસમાં મને મારી દીકરી કે પત્નીને લઇ જવાનું હોય અને તે બંને તેમાં હાજર હોય તો હું તેમાં ટ્રાવેલ કરીશ નહીં. તમે મહિલાઓને માત્ર એક જ એંગલથી જુઓ છો તે યોગ્ય નથી.
2/5
ઓફ સ્પિનરને જ્યારે તેમના સસ્પેંસન અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે આવું જ થવું જોઈતું હતું. બીસીસીઆઈએ યોગ્ય કામ કર્યું અને તે આગળ વધારવાની પદ્ધતિ પણ છે. મને આમ થવાની આશા હતી અને મને તેના પર કોઇ જ મુશ્કેલી નથી.
3/5
હાર્દિક પંડ્યાએ કાર્યક્રમ દરમિયાન કેટલાંય મહિલાઓની સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તેઓ આ મામલામાં પોતાના પરિવારજનોની સાથે પણ ખુલીને વાત કરે છે. રાહુલે પોતાના સંબંધો અંગે જવાબ આપવામાં ખૂબ જ સંયમિત દેખાયા. કાર્યક્રમના યજમાન કરણ જોહરે પૂછ્યું હતું કે શું તેમણે આવું સાથીઓના રૂમમાં કર્યું તો પંડ્યા અને રાહુલ બંને એ હા જવાબ આપ્યો હતો. હરભજન સિંહે કહ્યું કે, પંડ્યા ક્યારથી ટીમમાં છે જે ટીમ સંસ્કૃતિને લઈ આવા પ્રકારની વાતો કરી રહ્યો છે.
4/5
કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની ટિપ્પણીઓને અનુચિત ગણાવી દીધી હતી તેના થોડાંક જ કલાકો બાદ હાર્દિક પંડ્યા અને રાહુલને ભારતીય ક્રિકેટ પ્રંશાસકોની કમિટીએ સસ્પેન્ડ કરી દીધા હતા. ભજ્જીએ કહ્યું હતું કે, આપણે એટલા સુદ્ધાં કે આપણા મિત્રોની સાથે આ પ્રકારની વાતો કરતાં નથી અને તેઓ જાહેરમાં ટેલિવિઝન પર આવી વાતો કરી રહ્યાં હતા.
5/5
મુંબઈ: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓને લઈ કરાયેલી આપત્તિજનક ટિપ્પણીઓ માટે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની શુક્રવારે આકરી ટીકા કરી હતી. હરભજન સિંહે કહ્યું હતું કે, તેમણે ક્રિકેટરોની શાખને દાવ પર લગાવી દીધી. આ બંનેએ ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ખાસ કરીને પંડ્યાની ટિપ્પણીઓની આકરી ટીકા કરાઈ રહી છે અને તેનાથી ટીમ સંસ્કૃતિને લઈ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.