(Source: ECI/ABP News/ABP Majha)
CWG 2022 Day 4 Schedule: આજે ટેબલ ટેનિસ, બેડમિંટન સહિત આ રમતમાં ભારતને મળી શકે છે મેડલ, જુઓ શિડ્યૂલ
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સનો આજે ચોથો દિવસ છે. આજે ભારતને ટેબલ ટેનિસ, બેડમિંટન સહિત ઘણી રમતમાં મેડલ મળી શકે છે.
Commonwealth Games: કોમનવેલ્થ ગેમ્સનો આજે ચોથો દિવસ છે. આજે ભારતને ટેબલ ટેનિસ, બેડમિંટન સહિત ઘણી રમતમાં મેડલ મળી શકે છે.
શિડ્યૂલ
- ટેબલ ટેનિસઃ ભારતીય મેન્સ વિ નાઈજીરિયા, સેમિ ફાઈનલ, રાત્રે 11.30થી
- વેઈટ લિફ્ટિંગઃ અજય સિંઘ- મેન્સ 81 કિગ્રા ફાઈનલ, બપોરે 2.00થી, હરજિન્દર કૌરઃ મહિલાઓની 71 કિગ્રાની ફાઈનલ, રાત્રે 11.00થી
- બેડમિંટનઃ મિક્સ ટીમ ઈવેન્ટની સેમિફાઈનલ બપોરે 3.30થી
- બોક્સિંગઃ અમિત પંઘાલ વિ નામ્રી બેરી (વાનુટુ), સાંજે 4.45થી, મોહમ્મદ હુસામુદ્દિન વિ સલીમ હોસાન (બાંગ્લાદેશ), સાંજે 6.00થી. આશિષ કુમાર વિ ટાપાટુએટોઆ (નિઉ), રાત્રે 1.00થી
- હોકીઃ ભારતીય મેન્ય ટીમ વિ ઈંગ્લેન્ડ, રાત્રે 8.30થી ગ્રુપ મેચ
- જુડોઃ જસલીન સિંઘ સૈની, મેન્સ 66 કિગ્રી, બપોરે 2.30થી, વિજય કુમાર યાદવ મેન્સ 60 કિગ્રા, બપોરે 3.30થી, સુશીલા દેવી- મહિલાઓની 48 કિગ્રી કેટેગરી, સુચિકા તારિયાલ, મહિલાઓની 57 કિગ્રા કેટેગરી
અચિંત શિયુલીએ ગોલ્ડ જીત્યો
ભારતીય વેઇટલિફ્ટર અચિંતા શ્યુલીએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્નેચમાં તેણે પહેલી લિફ્ટમાં 137 કિલો વજન ઉપાડ્યું હતું. તે જ સમયે, બીજી લિફ્ટમાં 139 કિલોનો ભાર ઉપાડવામાં આવ્યો હતો. આ પછી, અચિંતાએ ત્રીજી લિફ્ટમાં 143 કિલોનો ભાર ઉપાડ્યો. ક્લીન એન્ડ જર્કમાં અચિંત શિયુલીએ બીજા પ્રયાસમાં 170 કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે 313 કિલો વજન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ છે. રસપ્રદ વાત એ છે કે તમામ ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે.
CWG 2022, Day 4: All eyes on Weightlifting, Table Tennis, Badminton; Wins in Hockey, Lawn Bowls, Squash important
— ANI Digital (@ani_digital) August 1, 2022
Read @ANI Story | https://t.co/U4qz6rRJsp#CWG2022 #Weightlifting #TableTennis #Badminton #Hockey #CommonwealthGames2022 pic.twitter.com/iPXcSKSQeX