Naveen Kumar Wins Gold: કુશ્તીમાં ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ, નવીને પાકિસ્તાનના પહેલવાનને હરાવ્યો
ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે.
Naveen Kumar Wins Gold in CWG 2022: ભારતીય કુસ્તીબાજોએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તીમાં શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીય કુસ્તીબાજ નવીન કુમારે ફ્રી સ્ટાઇલ 74 કિગ્રા વર્ગમાં પાકિસ્તાનના મુહમ્મદ શરીફ તાહિરને 9-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કુસ્તીમાં ભારતનો આ છઠ્ઠો ગોલ્ડ છે.
6️⃣th 🤼♂️🤼♀️ GOLD FOR 🇮🇳
— SAI Media (@Media_SAI) August 6, 2022
🇮🇳's Dhakad youth wrestler Naveen (M-74kg) defeats 🇵🇰's Tahir by points (9-0) en route to winning GOLD 🥇on his debut at #CommonwealthGames 🔥
Amazing confidence & drive from Naveen to take 🇮🇳's 🥇 medal tally to 1️⃣2️⃣ at #B2022
Congrats 👏 #Cheer4India pic.twitter.com/UTWczNCh6a
વિનેશ ફોગાટે ગોલ્ડ જીત્યો હતો
ભારતની સિનિયર રેસલર વિનેશ ફોગાટે ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 53 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં શ્રીલંકાની ચામોદય કેશાનીને હરાવી હતી. વિનેશે આ મેચ 4-0થી જીતી લીધી હતી. તેણીએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં અને 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.
રવિ દહિયાએ પણ ગોલ્ડ જીત્યો હતો
ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. તેનો પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.
પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
ભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવ્યું. કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.
જાસ્મીને બ્રોન્ઝ જીત્યો
ભારતની જાસ્મીન મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મહિલાઓની 57-60 કિગ્રા વજન વર્ગમાં જાસ્મિનને ઈંગ્લેન્ડની જેમ્મા પેજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ હાર છતાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.