CWG 2022: ભાલા ફેંકમાં પાક.ના અરશદ નદીમે ગોલ્ડ જીતવા અંગે નીરજ ચોપડાનું રિએક્શન - 'ભાઈ આગળના...'
બર્મિંઘમમાં ચાલી રહેલા 2022 કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભાલા ફેંકમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Neeraj Chopra On Arshad Nadeem, CWG 2022: બર્મિંઘમમાં ચાલી રહેલા 2022 કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભાલા ફેંકમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરશદે 90.18 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ નદીમે ભારતના સ્ટાર જૈવલીન થ્રોઅર નીરજ ચોપડાનો રેકોર્ડ પણ તોડ્યો છે. અરશદના ગોલ્ડ જીતવા અંગે નીરજ ચોપડાનું રિએક્શન આવ્યું છે. જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત થવાના કારણે નીરજ ચોપડા બર્મિંઘમ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ નથી લઈ શક્યો.
નીરજ ચોપડાએ શું કહ્યું?
ગોલ્ડ જીત્યા બાદ અરશદ નદીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે, "અલ્લાહના કરમ અને તમારા બધાની દુઆઓથી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં 91.18 મીટર સાથે ગોલ્ડ." અરશદની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં નીરજ ચોપડાએ કહ્યું કે, "અભિનંદન અરશદ ભાઈ. ગોલ્ડ મેડલ અને 90 મીટરને પાર ભાલો ફેંકીને ગેમ રેકોર્ડ બનાવવા માટે. આગળની ટૂર્નામેન્ટ માટે ઓલ ધ બેસ્ટ"
Neeraj 🤝 Arshad pic.twitter.com/Vm4owxnNZO
— jonathan selvaraj (@jon_selvaraj) August 8, 2022
5માં પ્રયત્નમાં અરશદે કર્યો ગોલ્ડ પર કબ્જો
કોમનવેલ્થ ગેમ્સ 2022માં અરશદે જેવલિન થ્રો ફાઈનલમાં પોતાના 5મા પ્રયત્નમાં 90.18 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને ઈતિહાસ રચ્યો હતો. 90 મીટરને પાર ભાલો ફેંકનાર અરશદ નદીમ એશિયાનો પ્રથમ ખેલાડી છે. આ દરમિયાન અરશદે વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવ્યો હતો. પીટર્સે 88.64 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને બીજા નંબર પર રહ્યો હતો.
આ પણ વાંચોઃ
CWG 2022: અંતિમ દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, બેડમિન્ટનની મેન્સ ડબલ મેચમાં સાત્વિક અને ચિરાગે જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2022: ભારતના ખાતામાં આવ્યો વધુ એક ગોલ્ડ, લક્ષ્ય સેને બેડમિન્ટનમાં અપાવી સફળતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
