શોધખોળ કરો
વનડેના આ ધૂંઆધાર બેટ્સમેનનો કરડ્યૂ કુતરુ, એક અઠવાડિયા સુધી નહીં રમી શકે કોઇ મેચ, જાણો વિગત
1/5

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટ્સમેન ડાર્સી શોર્ટ વનડે કપમાં ન્યૂ સાઉથ વેલ્સ સામે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી રમતો નહીં જોવા મળે. ડાર્સી શોર્ટને તેના પાળેલા કુતરાએ ડાબા હાથમાં બચકુ ભરી લીધું છે. આ ઘટના બે અઠવાડિયા જુની છે. કુતરાના કરડવાથીત ડાર્સી શોર્ટની હથેળી-પંજાના ભાગે ઘા થયો અને ડાર્સીને તેના કારણે ટાંકા લગાવવાનો વારો આવ્યો છે.
2/5

ડાર્સી ઉપરાંત વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના માર્ક્સ સ્ટૉઇનિસ અને મેટ કેલી પણ ઇજાના કારણે વનડે કપની પહેલી મેચમાં ના રમી શક્યા. આ ત્રણેયની જગ્યાએ ટીમમાં સિમોન મેક્કિન, વિલ બોસિસ્ટો અને સેમ વ્હાઇટમેનને સામેલ કરવામાં આવ્યા છે.
Published at : 19 Sep 2018 10:17 AM (IST)
View More





















