શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાન સામે વૉર્નરની આક્રમક બેટિંગ, ત્રેવડી સદી ફટકારીને બનાવ્યો આ ખાસ રેકોર્ડ
વૉર્નર ઓસ્ટ્રેલિયાનો સાતમો એવો બેટ્સમેન બની ગયો છે, જેણે ત્રિપલ સેન્ચુરી નોંધાવી છે. ટેસ્ટ કેરિયરમાં તેમની આ પ્રથમ ત્રેવડી સદી છે.
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટનો બીજો દિવસ ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વૉર્નરના નામે રહ્યો હતો. વોર્નરે શાનદાર ત્રેવડી સદી ફટકારી હતી. વૉર્નરે 389 બોલમાં 37 ચોગ્ગાની મદદથી 335 રન બનાવી અણનમ રહ્યો હતો.
વૉર્નર ઓસ્ટ્રેલિયાનો સાતમો એવો બેટ્સમેન બની ગયો છે, જેણે ત્રિપલ સેન્ચુરી નોંધાવી છે. ટેસ્ટ કેરિયરમાં તેમની આ પ્રથમ ત્રેવડી સદી છે. ત્રીજી સદી ફટકારતાની સાથે જ વૉર્નરની પત્ની કેન્ડિસ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી શકી નહોતી અને રડી પડી હતી, જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચના ઇતિહાસમાં પિંક બોલથી ત્રેવડી સદી નોંધાવનારો વૉર્નર બીજો બેટ્સેમન બની ગયો છે. આ પહેલા પાકિસ્તાનના અઝહર અલીએ 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે અણનમ 302 રન બનાવ્યા હતા. જે પિન્ક બોલથી પ્રથમ ત્રેવડી સદી હતી.For the first time EVER at the Adelaide Oval, 300 for Dave Warner! @Domaincomau | #AUSvPAK pic.twitter.com/zjsrP37q9o
— cricket.com.au (@cricketcomau) November 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement