શોધખોળ કરો
Advertisement
Day-night ટેસ્ટમાં ફાસ્ટ બોલર્સનો રહ્યો છે દબદબો, આવો છે પિંક બોલ ટેસ્ટનો રેકોર્ડ, જાણો વિગતે
2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી.
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પિંક બોલથી ભારતમાં પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. કોલકાતાના ઈડન ગાર્ડન પર પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટનો રોમાંચ જોવા મળશે. રાતના સમયે લાલ બોલમાં બેટિંગ કરવી મુશ્કેલ હોય છે. બેટ્સમેનોનો બોલને રમવામાં તકલીફ થાય છે. એવામાં ગુલાબી બોલથી જ ડે નાઈટ ટેસ્ટ મેચ રમવામાં આવે છે. ટેસ્ટમાં સફેદ ડ્રેસની સાથે સફેદ બોલને રમવો મુશ્કેલ પડે છે. એવામાં પિંક બોલની પસંદગી એટલા માટે કરવામાં કારણ કે સાંજે અને રાતના સમયે બોલ સરળતાથી જોઈ શકાય છે.
અત્યાર સુધીમાં કુલ 11 ડે નાઈટ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ અઢી દિવસમાં આ મેચ જીતી લીધી હતી. જોકે ભારતે પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમવામાં ચાર વર્ષનો સમય લીધો છે. આ ઐતિહાસિક મુકાબલાને લઈને પ્રશંસકોમાં ઘણો ઉત્સાહ છે.
અત્યાર સુધી રમાયેલ 11 ડે-નાઇટ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોએ 257 વિકેટ ઝડપી છે જ્યારે સ્પિનર્સે 95 વિકેટ ઝડપી છે. આમ ડે નાઈટ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોનો દબદબો જોવા મળ્યો છે. જોકે કોલકાતામાં એસજી ગુલાબી બોલનો ઉપયોગ થવાનો છે તેથી આંકડામાં પરિવર્તન પણ થઈ શકે છે. કારણ કે તેમાં પિચ અને આઉટફિલ્ડની સ્થિતિ પણ મહત્વની ભૂમિકા ભજવશે. આ સિવાય કુકાબુરા અને ડ્યુક બૉલની સરખામણીમાં એસજી બૉલની સીમ પણ વધારે વિઝિબલ હોય છે.
અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 5 ડે-નાઈટ ટેસ્ટ રમી છે જે તમામ મેચમાં જીત મેળવી છે. વેસ્ટ ઇન્ડિઝે 3, શ્રીલંકાએ 3, પાકિસ્તાને 2, ઇંગ્લેન્ડે 3, આફ્રીકાએ 2, ન્યૂઝીલેન્ડે 2 અને ઝીમ્બાબ્વેએ 1 ડેનાઈટ ટેસ્ટ રમી છે.
ડે-નાઈટ ટેસ્ટમાં પાકિસ્તાનના અઝહર અલીએ 6 ઇનિંગમાં કુલ 456 રન બનાવ્યા છે ઉપરાંત તેણે પિંક બોલ ટેસ્ટમાં ત્રિપલ સેન્ચુરી પણ ફટકારી છે. વિકેટની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે ડે-નાઈટ ટેસ્ટમાં સૌથી વધારે 26 વિકેટ ઝડપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement