શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાનો તોફાની બેટિંગ માટે જાણીતો આ ક્રિકેટર અચાનક ગુજરી ગયો, જાણો શું થયું હતું ?
24 માર્ચ, 1961ના રોજ જન્મેલા ડીન જોન્સે 16 માર્ચ, 1984ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ અને 30 જાન્યુઆરી, 1984ના રોજ પાકિસ્તાન સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું.
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને જાણીતા કોમેન્ટેટર ડીન જોન્સનું 59 વર્ષની વયે મુંબઈમાં હાર્ટ અટેકથી મોત થયું છે. ડીન જોન્સ તેમની તોફાની બેટિંગ માટે ક્રિકેટ વિશ્વમાં જાણીતા હતા. ભારત સહિત ક્રિકેટ વિશ્વના અનેક ખેલાડીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
IPL 2020 માટે સ્ટાર સ્પોર્ટ્સની કોમેન્ટ્રી ટીમનો હિસ્સો રહેલા જોન્સ માટે ગુરુવારે આવેલો હાર્ટ અટેક જીવલેણ સાબિત થયો હતો. તેઓ બાયો સિક્યોર બબલમાં મુંબઈની સેનવ સ્ટાર હોટલમાં રહેતા હતા
24 માર્ચ, 1961ના રોજ જન્મેલા ડીન જોન્સે 16 માર્ચ, 1984ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ અને 30 જાન્યુઆરી, 1984ના રોજ પાકિસ્તાન સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. તેમણે 52 ટેસ્ટની 89 ઈનિંગમાં 11 વખત નોટ આઉટ રહીને 3631 રન બનાવ્યા હતા. જેમાં 11 સદી અને 14 અડધી સદી સામેલ છે.
164 વન ડેમાં ડીન જોન્સે 25 વખત નોટ આઉટ રહીને 6068 રન બનાવ્યા હતા. વન ડેમાં તેમણે 7 સદી અને 46 અડધી સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement