શોધખોળ કરો
દીપક ચહર ભારતની વનડે ટીમમાં ડેબ્યુ કરનાર 223મો ખેલાડી બન્યો, પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચમાં જ બનાવ્યો હતો આ રેકોર્ડ
1/4

દુબઈ: એશિયા કપ ફાઇનલમાં પહોંચી ચુકી ટીમ ઈન્ડિયા સુપર ફોરનો અંતિમ મુકાબલો અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાઈ રહ્યો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. એવામાં ભારતીય ટીમમાં અનેક ફેરફાર કર્યા છે. રોહિત શર્મા અને શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે ફાસ્ટ બોલર દીપક ચહરે ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં ખલીલ અહમદ બાદ ચહર ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું છે.
2/4

દીપક ચહર વનડેમાં ડેબ્યુ 223મો ખેલાડી બની ગયો છે. કરનારો ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલા દીપક ચહરે 12 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી દીધી હતી. યુપીમાં જન્મેલા દીપકે ક્રિકેટિંગ કરિયરની શરૂઆત રાજસ્થાન તરફથી કરી. 2010માં હૈદરાબાદ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સ્થાન મળ્યું. ડેબ્યૂ મેચમાં દીપકે તરખાટ મચાવ્યો અને 10 રન આપીને 8 વિકેટ ચટકાવી હતી. હૈદરાબાદની ટીમ માત્ર 21 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કોઈ ટીમ દ્વારા બનાવેલો આ સૌથી લોએસ્ટ સ્કોર છે.
Published at : 25 Sep 2018 05:15 PM (IST)
View More




















