શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દુષ્કર્મના આરોપીઓને ફાંસની સજાની માંગ સાથે ધરણા પર બેઠેલા સ્વાતિ માલીવાલની તબિયત લથડી
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ બળાત્કારીઓને 6 મહિનામાં ફાંસીની સજાનો કાયદો લાગુ કરવાની માંગ સાથે છેલ્લા 13 દિવસથી ધરણા પર છે.
નવી દિલ્હી: દુષ્કર્મના આરોપીઓને જલ્દી ફાંસી આપવાની માંગ સાથે છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠેલા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલની તબિયત લથડી ગઈ છે. તેઓને એલએનજેપી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. અનશનના કારણે સ્વાતિ માલીવાલનું વજન પણ ઘટી ગયું છે. સ્વાતિ કમજોરીના કારણે વાત કરવામાં પણ અસમર્થ છે.
રેમ મામલે દોષિતને ફાંસીની માંગ કરનારા સ્વાતિ માલીવાલે મહિલા સાંસદોને પત્ર લખીને ઢંઢોળી છે. તેમણે દુષ્કર્મીઓ સામે કડક કાયદાની માંગ સંસદમાં ઉઠાવવાની માંગ કરી છે.
તેમણે કહ્યું માત્ર કાયદો બનાવી દેવું પૂરતું નથી, તેને લાગુ પણ કરવું પડશે. તેથી જરૂરી છે કે તત્કાલિક તમામ બળાત્કારીઓને 6 મહિનામાં ફાંસીની સજાનો કાયદો લાગુ કરવામાં આવે. તેમણે મહિલા સાંસદોને છ જેટલી માગં સંસદમાં ઉઠાવવાની માંગ કરી છે. જેમાં નિર્ભયા દોષિતોને તત્કાલ ફાંસી સજા આપવામાં આવે, કારણ કે 8 વર્ષ થઈ ગયા છે.Delhi: Delhi Commission for Women (DCW) Chief, Swati Maliwal who is on a hunger strike demanding death penalty for convicts in rape cases within 6 months, taken to LNJP hospital after she falls unconscious. pic.twitter.com/WUvc5yT0zI
— ANI (@ANI) December 15, 2019
સ્વાતિએ કહ્યું, “જો તમે સંસદમાં માંગ નથી કરી શકતા તો આશા રાખું છું કે રાજઘાટ પર આવીને દેશની દિકરીઓના અનશનમાં ભાગ લેશો અને ત્યાં સુધી નહી રોકાઓ જ્યાં સુધી મહિલા અપરાધ વિરુદ્ધ મજબૂત તંત્ર નથી બની જતું. ”
સ્વાતિ માલીવાલે પત્રમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં દિલ્હી મહિલા આયોગે 55 હજાર કેસની સુનાવણી કરી છે. હેલ્પલાઈન 181 પર અઢી લાખથી વધુ કોલ્સ એટેન્ડ કર્યા અને 75 હજાર ગ્રાઉન્ડ વિઝિટ કરી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion