શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશ સામેની મેચમાં ધોનીએ બાંગ્લાદેશના ખેલાડીને શું કર્યો ઈશારો કે તે દોડ્યો?
વર્લ્ડકપ 2019માં ભારત અને બાંગ્લાદેશની વોર્મ અપ મેચ દરમિયાન ધોની બેટિંગ કરતાં કરતાં બાંગ્લાદેશની બેટિંગ સેટ કરવા લાગ્યો હતો, આ ઘટના જોઇને દર્શકોથી લઇ કૉમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા હતા
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાની બેટિંગ, કીપિંગ અને ફિલ્ડીંગ અને ના જાણે કઇ કઇ વસ્તુઓથી પોતાના ફેન્સના દિલ જીતી લે છે. કેટલીક વાર મેદાન પર એવું કરે છે કે તે હંમેશા માટે યાદ રહી જાય છે. આવી ઘટના વર્લ્ડકપ 2019માં ભારત અને બાંગ્લાદેશની વોર્મ અપ મેચ દરમિયાન ઘટી હતી. ધોની બેટિંગ કરતાં કરતાં બાંગ્લાદેશની બેટિંગ સેટ કરવા લાગ્યો હતો, આ ઘટના જોઇને દર્શકોથી લઇ કૉમેન્ટેટર્સ પણ હસવા લાગ્યા હતા.
ખરેખર, મેચમાં 40માં ઓવરમાં ધોનીએ સબ્બીર રહેમાને બૉલિંગ કરતો રોક્યો અને સ્ક્વેર લેગ પર ફિલ્ડીંગ કરી રહેલા ખેલાડીને થોડોક પોતાની બાજુ ખસવા કહ્યું, પહેલા તો આ કોઇને ખબર ના પડી. પણ જ્યારે બધા સમજ્યા તો હસવા લાગ્યા હતા. સબ્બીરે પણ સમજ્યા વિચાર્યા વિના જ ધોનીની વાત માની લીધી અને અને ફિલ્ડીરને ધોનીએ કહ્યું તેમ સેટ કરી લીધો હતો.
નોંધનીય છે કે, પ્રેક્ટિસ મેચમાં ધોનીએ બાંગ્લાદેશ સામે 78 બૉલમાં 113 રનની ધારદાર ઇનિંગ રમી હતી. ધોનીની બેટિંગની મદદથી ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં 359 રનના સ્કૉર સુધી પહોંચી શકી હતી. અંતે ભારતે 95 રનથી મેચ જીતી લીધી હતી.I Got this from smwhere... pic.twitter.com/NTIQHeKYwe
— ठाकुर मनिष सिंह???????? (@Mrzmanish) May 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement