શોધખોળ કરો
ધોનીને T20 ટીમમાં પડતો મુકવા અંગે કોહલીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- પંતને તક આપવા ધોનીએ આપી કુરબાની
1/5

રિષભ પંતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યા બાદ કેરેબિયન ટીમ સામે ટેસ્ટ સીરિઝમાં પણ શાનદાર દેખાવ કર્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે શ્રેણી દરમિયાન એકદિવસીય મેચમાં તેણે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમાં ટેસ્ટ શ્રેણી જેવો દેખાવ કરી શક્યો નહોતો.
2/5

ધોનીને ટીમમાં સામેલ ન કરવા અંગે ખુલાસો કરતાં કોહલીએ જણાવ્યું કે, યુવા વિકેટકિપર બેટસમેન રિષભ પંતને ટ્વેન્ટી-2૦માં તક મળે તેવા આશયથી ધોની સામે ચાલીને જ ખસી ગયો હતો. ધોની અંગેના પ્રશ્નના જવાબમાં કોહલીએ કહ્યું કે, મને ખ્યાલ છે, ત્યાં સુધી પસંદગીકારો આ અંગે વિસ્તારપૂર્વક ખુલાસો કરી ચુક્યા છે. હું તેમની વચ્ચેની વાતચીતમાં સામેલ નહતો. મને લાગે છે એ આ મામલે લોકોમાં જુદી-જુદી ચર્ચા ચાલતી રહી છે. જોકે હું એ વાતથી ખાતરી આપુ છું કે, તે અંગેના અહેવાલોમાં કોઈ તથ્ય નથી.
Published at : 02 Nov 2018 07:59 AM (IST)
View More





















