શોધખોળ કરો
ધોનીની ચપળતા જોઈ થઈ જશો ફિદાઃ ઉંધા ફરીને સ્ટમ્પ સામે જોયા વિના ટેલરને કઈ રીતે કર્યો રનઆઉટ, જુઓ વિડીયો

નવી દિલ્લીઃ ન્યૂઝિલેન્ડ સામેની ચોથી વન-ડેમાં ભારતનો ભલે પરાજય થયો હોય પરંતુ આ મેચમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની વિકેટ પાછળની ચપળતાએ સૌ કોઇના દિલ જીતી લીધા હતા. ધોનીએ સ્ટમ્પ સામે જોયા વિના જ ન્યૂઝિલેન્ડના બેટ્સમેન રોસ ટેલરને અદભૂત રીતે રન આઉટ કર્યો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ સમયે 46મી ઓવર ઉમેશ યાદવ કરી રહ્યો હતો. ઓવરના ત્રીજા રોસ ટેલરે ફાઇન લેગ પર માર્યો હતો અને રન લેવા દોડ્યો હતો. ફાઇન લેગ પર ઉભેલા ધવલ કુલકર્ણીએ તુરંત બોલને પકડીને વિકેટ પાછળ ઉભા રહેલા ધોનીને આપ્યો હતો. ટેલર રન પૂરો કરે તે પહેલા જ ધોનીએ બોલ પકડીને બેક સાઇડથી સ્ટમ્પને માર્યો હતો.
Watch the Mahi magic on loop #INDvNZ https://t.co/btMoJF0xC3
— BCCI (@BCCI) October 26, 2016
વધુ વાંચો





















