શોધખોળ કરો
Advertisement
World Cup: વર્લ્ડકપમાં આ ટીમે છોડ્યા સૌથી વધારે કેચ, નામ જાણીને ચોંકી જશો
વર્લ્ડકપમાં ભારતની સફળતાનું રહસ્ય બેટિંગ કે બોલિંગ નહીં પણ શાનદાર ફીલ્ડિંગ પણ છે. ભારતે અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં માત્ર એક જ કેચ છોડ્યો છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા આ વર્લ્ડકપમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. 5માંથી 4માં જીત મેળવીને 9 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. ભારતની એક મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વરસાદને કારણે રદ્દ થઈ હતી.
વર્લ્ડકપમાં ભારતની સફળતાનું રહસ્ય બેટિંગ કે બોલિંગ નહીં પણ શાનદાર ફીલ્ડિંગ પણ છે. ભારતે અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં માત્ર એક જ કેચ છોડ્યો છે. જોકે આ મામલે સૌથી ખરાબ પ્રદર્શન પાકિસ્તાન ટીમનું છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધારે છોડવાના મામલે પાકિસ્તાનની ટીમ નંબર-૧ છે.
ભારતીય ટીમે પાંચ મેચમાં માત્ર એક જ કેચ પડતો મૂક્યો છે અને તેની ટકાવારી ૬.૨૫ની રહી છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાનની મેચોમાં ૨૬ કેચ હવામાં ઊછળ્યા હતા જેમાંથી તેના ખેલાડીઓ ૧૪ કેચ પડતા મૂક્યા હતા. બીજા ક્રમે ઇંગ્લેન્ડની ટીમ રહી છે જેણે ૪૨માંથી ૧૦ કેચ પડતા મૂક્યા છે. બંનેએ અનુક્રમે ૩૫.૦૦ તથા ૧૯.૨૩ના રેશિયોથી કેચ ડ્રોપ કર્યા છે.
દ. આફ્રિકાએ ૩૧માંથી સાત, ન્યૂઝીલેન્ડે ૩૩માંથી છ અને ઓસ્ટ્રેલિયાએ ૩૫માંથી છ કેચ છોડયા છે. આ યાદીમાં શ્રીલંકા છઠ્ઠા ક્રમે છે જેણે ૧૫માંથી બે, બાંગ્લાદેશે ૨૪માંથી ત્રણ, અફઘાનિસ્તાને ૧૮માંથી બે તથા વેસ્ટ ઇન્ડિઝે ૨૭માંથી ૩ કેચ પડતા મૂક્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement