શોધખોળ કરો
‘બોલિંગ સ્ટાઈલના કારણે બુમરાહ ઈજાગ્રસ્ત બને છે’, જાણો ક્યા પાકિસ્તાની બોલરે આપ્યું નિવેદન
1/4

બુમરાહ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગનું અભિન્ન અંગ છે.
2/4

ડેથ ઓવર વિશેષજ્ઞ બોલરે ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ કહ્યુ કે, ત્યાં બોલ હંમેશા બાઉન્સ થાય છે. હવે ઓસ્ટ્રેલિયામાં પણ વધારે સ્કોરવાળી મેચ થાય છે. હું આગળનું વિચારતો નથી. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી પીચનું નિરીક્ષણ કર્યા બાદ રણનીતિ બનાવીશ. કારણકે તમે કંઈ વિચારીને જાવ અને તમને એ મુજબ ન મળે તો અન્ય કોઈ વિકલ્પ હોતો નથી.
3/4

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને અમદાવાદના રહેવાસી જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શન યોગ્ય ન હોવાના કારણે તેને ઈજા પહોંચે છે તેમ અનેક મોટા દિગ્ગજોએ કહ્યું છે. પરંતુ બુમરાહ આ વાતો તરફ ધ્યાન આપતો નથી.
4/4

પાકિસ્તાનના ફાસ્ટ બોલર આકિબ જાવેદે કહ્યું કે, ‘પોતાની બોલિંગ સ્ટાઇલના કારણે બુમરાહ ઈજાગ્રસ્ત થતો રહે છે. તેણો બોલિંગ સ્ટાઇલમાં થોડો સુધારો કરવાની જરૂર છે.’ તેના નિવેદન પર બુમરાહે કહ્યું કે, ‘હું આવી વાતો પર ધ્યાન આપતો નથી. મારે ખુદને ફીટ રાખવાં શું કરવાની જરૂર છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું. ક્રિકેટમાં કઈપણ પરફેક્ટ એક્શન ન હોઈ શકે. મને એક પણ બોલર એવોબતાવો જે ઈજાગ્રસ્ત ન થયો હોય. મારા ફિટનેસ સ્તરને કઈ રીતે સુધારું તેના પર જ ધ્યાન હોય છે.’
Published at : 18 Oct 2018 08:32 AM (IST)
View More





















