(Source: ECI/ABP News/ABP Majha)
FIFA World Cup France vs England: ફ્રાન્સે ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું, આ ટીમો વચ્ચે રમાશે સેમીફાઇનલ મેચ
આ જીત સાથે ફ્રાન્સે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો મોરોક્કો સામે થશે
FIFA World Cup France vs England: ચોથી ક્વાર્ટર ફાઇનલ મેચ શનિવારે (10 ડિસેમ્બર) મોડી રાત્રે કતારમા રમાઇ રહેલા FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં રમાઈ હતી. મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને હતી. આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જેમાં ફ્રાન્સે શાનદાર દેખાવ કરતા 2-1થી જીત મેળવી હતી. ફ્રાન્સે વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઈંગ્લેન્ડને હરાવ્યું છે. આ પહેલા 1966 અને 1982માં ઈંગ્લેન્ડે ફ્રાંસને હરાવ્યું હતું.
France overcome England to secure place in the Semi-finals!@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 10, 2022
આ જીત સાથે ફ્રાન્સે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો મોરોક્કો સામે થશે. આ ટીમે પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું. ફ્રાન્સ તરફથી પ્રથમ ગોલ 17મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ચૌમેનીએ કર્યો હતો. ઇગ્લેન્ડ તરફથી પ્રથમ ગોલ કેપ્ટન હેરી કેને 54મી મિનિટે પેનલ્ટીમાં કર્યો હતો. જ્યારે ફ્રાન્સ તરફથી બીજો ગોલ 78મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ગિરાડે કર્યો હતો.
The Final Four...
— FIFA World Cup (@FIFAWorldCup) December 10, 2022
🇫🇷🇦🇷🇭🇷🇲🇦
બીજા હાફની શરૂઆત સાથે જ ઈંગ્લેન્ડે પોતાની આક્રમક રમત દેખાડી હતી. તેનો ફાયદો 54મી મિનિટે જ મળ્યો. આ દરમિયાન ફ્રાન્સના ફાઉલ પર ઈંગ્લેન્ડને પેનલ્ટી મળી હતી. જેમાં ઇંગ્લિશ કેપ્ટન હેરી કેને તક ગુમાવી ન હતી અને ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી હતી.
આ ગોલ સાથે હેરી કેન ઈંગ્લેન્ડ માટે 53 ગોલ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ સ્કોરર બની ગયો છે. આ પહેલા વેઈન રૂનીએ પણ આટલા જ ગોલ કર્યા હતા. પરંતુ ઓલિવિયર ગિરાડે હેરી કેનની મહેનતને બગાડી નાખી. ગિરાડે 78મી મિનિટે ગ્રીઝમેનના પાસ પર ગોલ કરીને ફ્રાન્સને ફરીથી 2-1થી સરસાઈ અપાવી હતી.
પ્રથમ હાફમાં ફ્રાન્સનો દબદબો રહ્યો હતો
ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલા હાફમાં જોરદાર મુકાબલો થયો હતો. ફ્રાન્સે પ્રથમ હાફમાં એક ગોલ કરીને પ્રભુત્વ જમાવ્યું હતું. આ ગોલ ઓરેલીયન ચૌમેનીએ 17મી મિનિટે જ કર્યો હતો. આ ગોલમાં ગ્રીઝમેને મદદ કરી હતી.