શોધખોળ કરો
Advertisement
Ind v Eng: ઈંગ્લેન્ડ જંગી લીડ તરફ, વોક્સે ફટકારી કારકિર્દીની પ્રથમ સદી
લોર્ડ્સઃ લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 357 રન બનાવી 250 રનની લીડ બનાવી લીધી છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 107 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવી 357 રન બનાવી લીધા છે. ક્રિસ વોક્સે આક્રમક બેટિંગ કરતા 120 રન નોંધવ્યા છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 28 રન પર પહોંચ્યો ત્યારે જેનિંગ્સ મોહમ્મદ શમીની બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જેનિંગ્સે 11 રન બનાવ્યા હતા. કૂક 21 રનના અંગત સ્કોર પર ઈશાંત શર્માની બોલિંગમાં વિકેટ કિપર કાર્તિકના હાથે કેચ આઉટ થયો ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 32 રન હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલો પોપ 28 રન બનાવી ત્રીજી વિકેટના રૂપમાં હાર્દિક પંડ્યાના બોલિંગમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જો રૂટ 19 રનના અંગત સ્કોરે શમીની ઓવરમાં એલબીડલબ્યુ આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 89 રન હતો. 131 રનના સ્કોર પર જોસ બટલર શમીની ઓવરમાં 24 રનના અંગત સ્કોર પર આઉટ થવાની સાથે ઇંગ્લેન્ડને પાંચમો ફટકો લાગ્યો હતો. બેરિસ્ટો 93 રન બનાવી પંડ્યાની ઓવરમાં કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. બેરિસ્ટો અને ક્રિસ વોક્સે છઠ્ઠી વિકેટ માટે 189 રનની ભાગીદારી કરી હતી.
ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ઇંગ્લેન્ડે ટોસ જીતી ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. વરસાદના વિધ્ન વચ્ચે ટીમ ઈન્ડિયા માત્ર 35.2 ઓવરમાં 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અશ્વિને સર્વાધિક 29 રન બનાવ્યા હતા. એન્ડરસને 5 વિકેટ લીધી હતી. જેની સાથે તે ભારત સામે સર્વાધિક વિકેટ લેનારો ફાસ્ટ બોલર બની ગયો છે.
લોર્ડ્સ ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાંખ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion