Euro Cup 2024 Highlights: યુરો કપની ફાઇનલમાં પહોંચ્યું ઇગ્લેન્ડ, સેમિફાઇનલમાં નેધરલેન્ડને 2-1થી હરાવ્યું
Euro Cup 2024 Highlights: યુરો કપની બીજી સેમિફાઇનલમાં નેધરલેન્ડને હરાવીને ઇગ્લેન્ડ ફાઇનલમાં પહોંચ્યું હતું

Euro Cup 2024 Highlights: યુરો કપની બીજી સેમિફાઇનલમાં નેધરલેન્ડને હરાવીને ઇગ્લેન્ડ ફાઇનલમાં પહોંચ્યું હતું. સેમિફાઇનલમાં ઇગ્લેન્ડે નેધરલેન્ડને 2-1થી હાર આપી હતી. યુરો કપની ફાઇનલમાં ઇગ્લેન્ડનો સામનો સ્પેન સામે થશે.
Late Watkins winner sends England into the final! 🏴#EURO2024 | #NEDENG pic.twitter.com/2zZj9AWUEC
— UEFA EURO 2024 (@EURO2024) July 10, 2024
ઇંગ્લેન્ડ તરફથી સબસ્ટિટ્યૂટ ઓલી વોટકિન્સના છેલ્લી મિનિટના ગોલને કારણે બુધવારે બીજી સેમિફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે 2-1થી જીત મેળવી હતી. પહેલા હાફમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કરી સ્કોરને 1-1 કરી દીધો હતો. અગાઉ મેચની સાતમી મિનિટમાં નેધરલેન્ડના ઝેવી સિમોન્સે બોક્સની બહારથી ગોલ કરીને ડચ ટીમને 1-0ની લીડ અપાવી હતી. જોકે બાદમાં ઇગ્લેન્ડના ખેલાડીઓએ આક્રમક રમત બતાવી હતી.
Spain 🆚 England
— UEFA EURO 2024 (@EURO2024) July 10, 2024
Berlin. Sunday.#EURO2024 pic.twitter.com/f1NqmQfOpO
ઇગ્લેન્ડ તરફથી પ્રથમ ગોલ મેચની 18મી મિનિટે કેપ્ટન હેરી કેને કર્યો હતો. પ્રથમ હાફમાં 1-1થી પૂર્ણ થયા બાદ બીજા હાફમાં બંન્ને ટીમોએ ગોલ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ કોઇને સફળતા મળી નહોતી. એક સમયે એવું લાગતું હતું કે મેચ ડ્રો જશે અને પરિણામ પેનલ્ટી શૂટઆઉટની મદદથી આવશે પરંતુ મેચની 90મી મિનિટે ઓલી વોટકિન્સે ગોલ કરીને ઇગ્લેન્ડને જીત અપાવી હતી.
અગાઉ નેધરલેન્ડની ફ્રાન્સ સામેની મેચ ડ્રો રહી હતી. ઑસ્ટ્રિયા સામે 2-3ની હાર સાથે ગ્રુપ સ્ટેજમાં નિરાશાજનક પરિણામો મળ્યા હતા. બાદમાં રાઉન્ડ ઓફ 16માં રોમાનિયાને 3-0થી હરાવ્યા બાદ નેધરલેન્ડ્સે ક્વાર્ટર ફાઇનલમાં તુર્કી સામે 2-1થી જીત નોંધાવી હતી. દરમિયાન ગેરેથ સાઉથગેટની ટીમે નોકઆઉટમાં સમાન વિજય નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડે ક્વાર્ટર-ફાઇનલમાં પેનલ્ટી-શૂટઆઉટમાં સ્વિટ્ઝરલેન્ડને હરાવ્યું હતું. તમામ પાંચ શોટ પર ગોલ કરીને 5-3થી વિજય મેળવ્યો હતો. યુરો 1988 જીત્યા બાદ ડચ ફાઇનલમાં પહોંચી શક્યા નથી તેમ છતાં ઇંગ્લેન્ડ ફરી એકવાર ટાઇટલ જીતવાની આશા રાખશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
