Fact Check: રોનાલ્ડોની મક્કામાં નમાજ અદા કરતી આ તસવીર અસલી નથી, AI ક્રિએટેડ છે
Fact Check: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે
Fact Check: સોશિયલ મીડિયા પર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની કેટલીક તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તે મક્કામાં જોવા મળી રહ્યો છે. યુઝર્સ આ તસવીરો શેર કરીને દાવો કરી રહ્યાં છે કે રોનાલ્ડોની આ તસવીર મક્કાની છે. યૂઝર્સ આ ફોટાને એવી રીતે શેર કરી રહ્યા છે કે જાણે તે વાસ્તવિક હોય.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાયરલ તસવીરો અસલી નથી, પરંતુ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવી છે. જેને અસલી ગણાવીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર 'કૈફ ખાન' (આર્કાઇવ લિંક) એ 20 ડિસેમ્બર, 2024 ના રોજ આ કોલાજ શેર કર્યો અને લખ્યું હતુ કે , "માશાઅલ્લાહ રોનાલ્ડોનો ખૂબ જ સુંદર ચહેરો મક્કાથી સામે આવ્યો છે.."
તેવી જ રીતે અન્ય એક ઈન્સ્ટાગ્રામ યુઝર dilshad_khan_chandeniએ પણ આ તસવીરો શેર કરી છે. 19 ડિસેમ્બર, 2024ના રોજ શેર કરવામાં આવેલી તસવીરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "માશાઅલ્લાહ, Cristiano Ronaldoની ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે મક્કાથી.
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે પહેલા સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું હતું. અમે વાયરલ દાવા સંબંધિત કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિપોર્ટ શોધી શક્યા નહીં.
તપાસને આગળ વધારતી વખતે અમે ફોટોગ્રાફ્સ ધ્યાનથી જોયા. આ ફોટોગ્રાફ્સમાં લાઇટિંગ અને રંગો દરેક જગ્યાએ એકસરખા દેખાતા નહોતા. જે સામાન્ય રીતે અસલી તસવીરોમાં હોતા નથી. એક ફોટામાં રોનાલ્ડોની 6 આંગળીઓ દેખાઈ રહી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ફોટા AI દ્વારા તૈયાર કરવામાં આવી છે.
અમે આ તસવીર AIની મદદથી બનેલા મલ્ટીમીડિયાની તપાસ કરનાર ટૂલની મદદથી સર્ચ કરી હતી. અમે હાઇવ મોડરેશનની મદદથી પણ ફોટોને સર્ચ કર્યો હતો. આ ટૂલમાં ફોટોને એઆઇથી બનાવવામાં આવ્યો હોવાની શક્યતા 93.6 ટકા હોવાનું કહ્યુ હતું.
અમે કોલાજમાં હાજર બીજી તસવીરને પણ decopy.ai ટૂલની મદદથી સર્ચ કરી હતી. આ ટૂલમાં તસવીરને 99.9 ટકા AI જનરેટ થયું હોવાનું કહેવાય છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને લગતા ઘણા દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. જેને રોનાલ્ડોએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો હોવાના દાવા સાથે શેર કરાયા હતા. આ તમામ દાવાઓનો ફેક્ટ ચેક રિપોર્ટ અહીં વાંચી શકાય છે.
Fact Check: इस वीडियो में कुरान पढ़ते शख्स फुटबॉलर रोनाल्डो नहीं, उनके हमशक्ल हैं
અમે વાયરલ પોસ્ટને AI અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં કામ કરતા રિસર્ચર અઝહર માચવેને મોકલી હતી. તેમણે તસવીરોને AI જનરેટેડ ગણાવી છે. તેમણે કહ્યું કે તસવીરોમાં લાઇટિંગ યોગ્ય નથી અને હાથનો આકાર પણ વિચિત્ર છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ તસવીરો AIના ઉપયોગથી બનાવવામાં આવી છે.
અંતે અમે પોસ્ટ શેર કરનાર યુઝર્સની પ્રોફાઇલ સ્કેન કરી. જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરને 13 હજાર લોકો ફોલો કરે છે. યુઝરે પોતાને રાજસ્થાન, ભિવંડીનો હોવાનું જાહેર કર્યું છે.
નિષ્કર્ષ: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તસવીરો અસલી સમજીને શેર કરવામાં આવી હતી. વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર અસલી નથી. આ તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)થી બનાવવામાં આવી છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક વિશ્વાસ ન્યૂઝ એ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)