શોધખોળ કરો
Advertisement
સાથી ખેલાડીને ન રમાડવા પર આ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- તે મારી બહેન સાથે સૂતો હતો
તેમના આ નિવેદનથી મેચ પ્રેઝેન્ટર પણ ચોંકી ગયા અને બધા હસવા લાગ્યા હતા.
નવી દિલ્હીઃ ક્રિકેટર ઘણી વખત ઇમાનદારીથી એવા જવાબ આપતા હોય છે, જેના પર લોકોને હસવું આવે છે તો કેટલાક લોકોને આશ્ચર્ય થતું હોયછે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે મજાંસી સુપર લીગના એક મેચમાં ટીમના ફેરફારને લઈને એવો જવાબ આપ્યો કે પ્રેઝેન્ટર પણ ખુદને હસતા રોકી શક્યા ન હતા.
નેલ્સન મંડેલા બે જાએન્ટ્સ વિરૂદ્ધ મેચમાં ડુ પાર્લ રોક્સના કેપ્ટન પ્લેસિસ ટોસ હારી ગયા. મેચ પ્રેઝેન્ટરે તેને પૂછ્યું ટીમમાં કોઈ ફેરફાર છે તો તેમણે કહ્યું, ‘હાર્ડસ વિલજોન નથી રમી રહ્યા. તે મારી બહેન સાથે સુઈ રહ્યો હતો. કારણ કે બન્નેએ ગઈકાલે જ લગ્ન કર્યા.’
તેમના આ નિવેદનથી મેચ પ્રેઝેન્ટર પણ ચોંકી ગયા અને બધા હસવા લાગ્યા હતા. જણાવીએ કે, હાર્દૂસ વિલજોનની સગાઈ ફાફ ડુ પ્લેસિસની બહેન રેહમી રેનર્સની સાતે એપ્રિલમાં થઈ હતી. શનિવારે જ બન્નેએ લગ્ન કર્યા હતા.
ફોર્મમાં ન રહેનાર વિલજોન ની ગેરહાજરીમાં પાર્લ રોક્સે મેચ 12 રનથી જીતી હતી. ડુ પ્લેસિસે 19 બોલમાં 22 રન બનાવ્યા. તેમની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા.
વિલજો હજુ સુધી આફ્રિકા માટે એક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી. 30 વર્ષીય ખેલાડીએ વર્ષ 2016માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ઓલરાઉન્ડર વિલજોન હાલમાં ટી20 લીગમાં વધારે જોવા મળે છે. 2020માં તે આઈપીએલમાં પંજાબ કિંગ્સ ઇલેવન તરફથી રમતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement