શોધખોળ કરો

FIFA WC 2022 Qatar: ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને 1-0થી હરાવ્યું, આગળના રાઉન્ડમાં બનાવી જગ્યા

FIFA World Cup 2022: FIFA World Cup 2022 ની તેમની છેલ્લી લીગ તબક્કાની મેચમાં, ડેનમાર્કને ઓસ્ટ્રેલિયાએ 1-0 થી હરાવી દીધુ છે. ડેનમાર્કની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે

FIFA World Cup 2022: FIFA World Cup 2022 ની તેમની છેલ્લી લીગ તબક્કાની મેચમાં, ડેનમાર્કને ઓસ્ટ્રેલિયાએ 1-0 થી હરાવી દીધુ છે. ડેનમાર્કની હાર સાથે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે ડેનમાર્કની સફર અહીં જ સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિજયની અસર ટ્યુનિશિયા પર પણ પડી છે, જેને ફ્રાંસને હરાવવા છતાં આગલા રાઉન્ડમાં સ્થાન નથી મળ્યું. ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ ડીમાંથી છ પોઈન્ટ સાથે આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

મેચની પ્રથમ 10 મિનિટમાં કોઈ ટીમ ગોલની નજીક જઈ શકી ન હતી, પરંતુ 11મી મિનિટે ડેનમાર્કે પ્રથમ તક બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ માર્ટિન બ્રેથવેટ દ્વારા આસિસ્ટ કરેલ શોટ બચાવ્યો હતો અને ત્યારબાદ 22મી મિનિટમાં ડેનમાર્કે ઓસ્ટ્રેલિયાના આક્રમણને નિષ્ફળ બનાવી દીધુ હતું. બંને ટીમો તરફથી સતત આક્રમણ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ગોલ કરી શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાએ વધુ આક્રમકતા દર્શાવી હતી, પરંતુ ડેનમાર્કના ડિફેન્સે વધુ મોકા આપ્યા ન હતા.

ઓસ્ટ્રેલિયાને બીજા હાફમાં નિર્ણાયક ગોલ મળ્યો 

બીજા હાફની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ સતત હુમલો કર્યો અને તેનો ફાયદો પણ તેમને મળ્યો. 60મી મિનિટમાં, મેથ્યુ લેકીએ રિલે મેકગ્રીની મદદ લીધા બાદ બોક્સની મધ્યમાંથી શોટ લીધો અને તેને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને 1-0થી આગળ કર્યું. આ પછી ડેનમાર્કે સતત બે શાનદાર આક્રમણ કર્યા, પરંતુ તેઓ ગોલ કરવામાં સફળ ન થઈ શક્યા. 77મી, 82મી અને 88મી મિનિટમાં ડેનમાર્ક તરફથી પણ આક્રમણ જોવા મળ્યું હતું, પરંતુ તેમાં પણ તેઓ સ્કોર બરાબર કરવામાં સફળ થઈ શક્યા ન હતા.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ ટ્યુનિશિયા સામે હારીને પણ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં બુધવારે (30 નવેમ્બર) ગ્રુપ-Dમાં બે મોટી મેચો રમાઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ટ્યુનિશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ફ્રાન્સને હારનો સામનો કરવો પડ્યો છે. હાર છતાં ફ્રાન્સે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટ્યુનિશિયાએ ફ્રાન્સને 1-0થી હરાવ્યું છે. ગ્રુપ-ડીમાં ટ્યુનિશિયાની ટીમે 1-0થી જીત મેળવી હતી. જોકે જીત છતાં તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી. ટ્યુનિશિયા ચાર પોઈન્ટ સાથે ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને હરાવીને નોકઆઉટમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. આ સાથે જ ફ્રાન્સે ગ્રુપમાં ટોપ પર રહીને આગળ વધી છે.

ટ્યુનિશિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ફ્રાન્સની ટીમ ફિફા રેન્કિંગમાં ચોથા સ્થાને છે. જ્યારે ટ્યુનિશિયા 30મા સ્થાને છે. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનની હારની કોઈને અપેક્ષા નહોતી. ફ્રાન્સે શરૂઆતની ઈલેવનમાં નવ ફેરફાર કર્યા હતા. જ્યારે કિલિયન અમ્બાપે, એન્ટોની ગ્રીઝમેન અને ઓસ્માન ડેમ્બેલે મેદાન પર આવ્યા ત્યાં સુધીમાં મોડુ થઇ ચૂક્યું હતું. ટ્યુનિશિયાએ 1-0ની સરસાઈ હાંસલ કરી હતી. ફ્રાન્સે ઇન્જરી ટાઇમમાં ચોક્કસ ગોલ કર્યો હતો, પરંતુ અમ્પાયરે તેને નકારી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલRajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget