શોધખોળ કરો

FIFA WC 2022 Final: ફીફા વર્લ્ડ કપની ફાઈનલ જોશે ટીમ ઈન્ડિયા, કેએલ રાહુલે જણાવ્યું કોને સપોર્ટ કરશે

ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે અને હવે ટીમ આરામ કરવાની છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આજની રાતની યોજનાનો ખુલાસો કર્યો.

FIFA WC 2022 Final: ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે અને હવે ટીમ આરામ કરવાની છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં આજની રાતની યોજનાનો ખુલાસો કર્યો અને જણાવ્યું કે ટીમના ખેલાડીઓ રાત્રે શું કરવાના છે. રાહુલે કહ્યું કે તમામ ખેલાડીઓ રાત્રે આવતા ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જોશે અને આ મોટી મેચનો આનંદ માણશે. રાહુલે એ પણ જણાવ્યું છે કે ટીમના ખેલાડીઓની ફેવરિટ ટીમ કઈ છે.

રાહુલે કહ્યું, "અમે વિશ્વ કપની ફાઈનલ રાત્રે જોઈશું કારણ કે લાંબા સમય પછી અમે સતત પાંચ દિવસ રમ્યા છે, તેથી અમે થોડા થાકેલા છીએ. અમારી ટીમના મોટાભાગના લોકો ઈંગ્લેન્ડ અને બ્રાઝિલને સપોર્ટ કરવા જઈ રહ્યા છે અને આ બંને ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર છે." જો કે, અમે ફાઈનલ મેચ જોઈશું, સાથે ખાઈશું અને તેનો આનંદ લઈશું. આર્જેન્ટિનાને કોણ સમર્થન આપશે અને કોણ ફ્રાન્સને સમર્થન કરશે તે કહી શકાય નહીં, પરંતુ આ મેચ મોટી હશે."

ગત વર્લ્ડ કપની ચેમ્પિયન ફ્રાન્સ ફરી એકવાર ટ્રોફી જીતવાની ખૂબ નજીક છે. આજે તે FIFA WC ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. આજે જો તે આર્જેન્ટિનાને હરાવીને ટ્રોફી જીતશે તો બ્રાઝિલ અને ઈટાલી પછી બેક ટુ બેક ટાઈટલ જીતનારી ત્રીજી ટીમ બની જશે.

ભારતે આ મેચ 188 રને જીતી લીધી હતી

ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ 188 રનના માર્જીનથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં જ 404 રન બનાવ્યા હતા, જેમાં ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 90 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયસ અય્યરે 86 અને રવિચંદ્રન અશ્વિને પણ 58 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશનો પ્રથમ દાવ માત્ર 150 રન પર સમેટાઈ ગયો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.

ભારત દ્વારા બીજી ઇનિંગ્સ 258/2ના સ્કોર પર જાહેર કરવામાં આવી હતી જેમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાની સદી સામેલ હતી. 500થી વધુ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં સારી લડત બતાવી હતી, પરંતુ જીતની નજીક પહોંચી શકી નહોતી. ઝાકિર હસને ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને શાકિબ અલ હસને પણ 84 રનની ઇનિંગ રમી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Embed widget