FIFA World Cup 2022: FIFA વર્લ્ડ કપમાં ફ્રાન્સના આ ખેલાડીને મળ્યું ગોલ્ડન બૂટ
FIFA World Cup 2022: આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે અને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં ગયેલી અંતિમ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી.
FIFA World Cup 2022: આર્જેન્ટિનાએ FIFA વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે અને ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. પેનલ્ટી શૂટઆઉટમાં ગયેલી અંતિમ મેચમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી હતી. અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવ્યું. ફાઈનલ મેચમાં એક ખાસ યુદ્ધ પણ જોવા મળ્યું, જ્યાં એક તરફ લિયોનેલ મેસ્સી અને બીજી તરફ કાયલિયાન એમ્બાપ્પે હતા.
ફાઈનલ મેચમાં હેટ્રિક ફટકારીને કાયલિયાન એમ્બાપ્પે એ ઈતિહાસ રચ્યો હતો. તેણે પહેલા બે મિનિટમાં બે ગોલ કર્યા, પછી વધારાના સમયમાં પણ પોતાની ટીમ માટે એક ગોલ કર્યો. કિલિયન એમ્બાપ્પે ગોલ્ડન બૂટ આપવામાં આવ્યું.
આર્જેન્ટીના બન્યું વર્લ્ડ ચેમ્પિયન
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.
આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં સારી લીડ બનાવી હતી
બીજા હાફમાં એમ્બાપેએ સ્કોર બરાબરી કરી હતી
પ્રથમ 80 મિનિટ સુધી, આર્જેન્ટિનાએ આરામથી તેની લીડ જાળવી રાખી હતી, પરંતુ તે પછી એમ્બાપેએ આર્જેન્ટીના પર કહેર વર્તાવ્યો હતો. એમ્બાપેએ 80મી મિનિટે પેનલ્ટી કિક પર ગોલ કરીને તેને 2-1 કરી અને પછીની જ મિનિટે બરાબરી કરી લીધી. મિડફિલ્ડમાંથી એક શાનદાર પાસ પર એમ્બાપેએ શ્રેષ્ઠ રીતે બોલ પર નિયંત્રણ કર્યું અને વોલી પર ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. આ પછી કોઈપણ ટીમ તરફથી કોઈ ગોલ થયો ન હતો અને મેચ 30 મિનિટના વધારાના સમયમાં ગઈ હતી.
વધારાનો સમય
વધારાના સમયની પ્રથમ 15 મિનિટમાં, આર્જેન્ટિનાએ ગોલ કરવાની ઘણી તકો ઉભી કરી હતી, પરંતુ તેઓ એકનો પણ ફાયદો ઉઠાવી શક્યા ન હતા. જોકે બીજા હાફમાં સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ આર્જેન્ટિના માટે બધું જ આપી દીધું હતું. વધારાના સમયના બીજા હાફની ત્રીજી મિનિટમાં, આર્જેન્ટિનાએ શાનદાર હુમલો કર્યો અને તેના પર મેસ્સીએ ગોલ કરીને આર્જેન્ટિનાને 3-2થી આગળ કરી દીધું. વધારાના સમયના બીજા હાફના અંત પહેલા એમ્બાપેએ પેનલ્ટી પર વધુ એક ગોલ કરીને તેની હેટ્રિક પૂરી કરી અને સ્કોર 3-3ની બરાબરી પર લાવી દીધો હતો.