શોધખોળ કરો

FIFA WC 2022: આજે આ દિગ્ગજ ટીમો મેદાનમાં ટકરાશે, જાણો મેચનો સમય-લાઈવ ટેલિકાસ્ટ વિષે

આજે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મની જાપાન સાથે ટકરાશે. બરાબર એ જ સમયે 2010 વર્લ્ડકપ વિજેતા સ્પેન કોસ્ટારિકા સામે ટકરાશે. ગત વખતની ઉપવિજેતા ક્રોએશિયાનો મુકાબલો મોરોક્કો સામે થશે.

FIFA WC 2022 Fixture: ફિફા વર્લ્ડકપ પ્રારંભ જ રસપ્રદ બન્યો છે. ગઈ કાલે જ સાઉદી અરબે દિગ્ગજ ગણાતી આર્જન્ટિનાની ટીમને સજ્જડ પરાજય આપી મેજર અપસેટ સર્જ્યો હતો. હવે આજે વધુ ચાર 4 મેચો રમાશે. જર્મની, સ્પેન, ક્રોએશિયા અને બેલ્જિયમ જેવી દિગ્ગજ ટીમો આજે જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.  

આજે ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મની જાપાન સાથે ટકરાશે. બરાબર એ જ સમયે 2010 વર્લ્ડકપ વિજેતા સ્પેન કોસ્ટારિકા સામે ટકરાશે. ગત વખતની ઉપવિજેતા ક્રોએશિયાનો મુકાબલો મોરોક્કો સામે થશે અને કેનેડાનો સામનો બેલ્જિયમ સામે થશે.

1. મોરોક્કો વિ ક્રોએશિયા: આજે પહેલી મેચ મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ મેચ 'અલ બેત' સ્ટેડિયમમાં રમાશે. ફિફા રેન્કિંગમાં ક્રોએશિયા 12મા ક્રમે અને મોરોક્કો 22મા ક્રમે છે. બંને ટીમો ગ્રુપ-એફનો ભાગ છે.

2. જર્મની vs જાપાન: આ મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. જર્મનીની ટીમ હાલમાં ફિફા રેન્કિંગમાં 11મા ક્રમે છે. જ્યારે જાપાનની ફિફા રેન્કિંગ 24 છે. બંને ટીમો ગ્રુપ-ઈમાં સામેલ છે.

3. સ્પેન વિ કોસ્ટારિકા: સ્પેન અને કોસ્ટા રિકાની ટીમો પણ ગ્રુપ-ઇમાં હાજર છે. અલ થુમાના સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ રાત્રે 9.30 કલાકે રમાશે. ફિફા રેન્કિંગમાં સ્પેન 7મા સ્થાને છે. તો કોસ્ટા રિકાની ટીમનું ફિફા રેન્કિંગ 31 છે.

4. બેલ્જિયમ vs કેનેડા: વર્લ્ડ નંબર-2 બેલ્જિયમ પણ આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. તેની સામે 41મી ફિફા રેન્કિંગ ટીમ કેનેડા હશે. બંને ટીમો અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ બપોરે 12.30 કલાકે શરૂ થશે. આ બંને ટીમો ગ્રુપ-ઈનો ભાગ છે.

મેચ ક્યાં જોવા મળશે? 

FIFA વર્લ્ડ કપ 2022ની તમામ મેચો Sports18 1 અને Sports18 1HD ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર પણ જોઈ શકાશે.

સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને ચોંકાવી દીધું

જોકે આર્જેન્ટિનાને સાઉદી અરેબિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે આર્જેન્ટિનાનો છેલ્લી 36 મેચમાં ન હારવાનો રેકોર્ડ તૂટી ગયો છે. બીજી તરફ આ મેચની વાત કરીએ તો આર્જેન્ટિનાએ પહેલા હાફમાં આક્રમક રમત બતાવી હતી. પ્રથમ હાફમાં લિયોનેલ મેસ્સીના ગોલને કારણે આર્જેન્ટિના 1-0થી આગળ હતું, પરંતુ તે પછી સાઉદી અરેબિયાએ શાનદાર રમત રમી  હતી. સાઉદી અરેબિયાએ 48મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. સાઉદી અરેબિયા માટે સાલેહ અલશેહરીએ આ ગોલ કર્યો હતો. સાલેહ અલશેહરીએ અલ બુરેકાનના પાસ પર ગોલ કર્યો હતો.

સાઉદી અરેબિયાએ 53મી મિનિટે બીજો ગોલ કર્યો. આ રીતે સાઉદી અરેબિયાએ પોતાની લીડ મજબૂત કરી. સાઉદી અરેબિયા માટે સાલેમ અલ્દસારીએ બીજો ગોલ કર્યો હતો. આ રીતે સાઉદી અરેબિયાએ ખિતાબની દાવેદાર આર્જેન્ટિનાને 2-1થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. જોકે, સાઉદી અરેબિયા સામે આર્જેન્ટિનાની આ હારને આ ટુર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો અપસેટ માનવામાં આવી રહ્યો છે. જો કે સાઉદી અરેબિયા સામે આર્જેન્ટીનાની આ મેચ લિયોનેલ મેસીના રેકોર્ડ માટે પણ યાદ રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોતRajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget