(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીય ક્રિકેટરની થઈ ધરપકડ, સોસાયટીના ગેટ સાથે કાર અથડાવીને વોચમેનને કરી નાંખેલો ઘાયલ
પૂર્વ ક્રિકેટરે વોચમેન સાથે અને કેટલાક સોસાયટીના રહિશો સાથે બોલાચાલી પણ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેમની સામે કાર્યવાહી પણ કરી
મુંબઈઃ ભારતના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની પોલીસે ધરપકડ કરી હતી. બાંદ્રા વિસ્તારમાં રહેતા કાંબલીએ પોતાની કાર પોતાની જ સોસાયટીના ગેટ સાથે અથડાવી હતી. આ ધટના બાદ વિનોદ કાંબલીએ વોચમેન સાથે અને કેટલાક સોસાયટીના રહિશો સાથે બોલાચાલી પણ કરી હતી.
Former India cricketer Vinod Kambli arrested for ramming his car into gate of his residential society in Mumbai's Bandra, released on bail later: Police
— Press Trust of India (@PTI_News) February 27, 2022
વિનોદ કાંબલીએ કરેલા આ વર્તનથી રહિશોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે કાંબલી સામે કાર્યવાહી પણ કરી હતી. જેમાં બાંદ્રા પોલીસે કાંબલી સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 279 (જોખમી ડ્રાઈવિંગ), કલમ 336 (કોઈનો જીવ જોખમમાં મુકવો) અને 427 મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, આ કેસમાં કાંબલીને જામીન પણ મળી ગયા હતા. મુંબઈ પોલીસે કહ્યું હતું કે, વિનોદ કાંબલીની મેડિકલ તપાસ ભાભા હોસ્પિટલમાં કરવામાં આવી છે અને તેમના બ્લડ સેમ્પલ પણ તપાસ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ