શોધખોળ કરો
આ વર્લ્ડકપ વિજેતા કેપ્ટનને એક-બે નહીં પણ ચોથીવાર કરાવવી પડી કેન્સરની સર્જરી, સોશ્યલ મીડિયામાં લખી આ ખાસ વાત
ક્લાર્કને 2006માં ત્રણ નૉન મેલાનોમા લેજિયન્સ થઇ ગયા હતા, જેને હવે સર્જરી કરાવ્યા બાદ પુરેપુરા હટાવી દેવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને ધૂરંધર બેટ્સમેન માઇકલ ક્લાર્કે ખુલાસો કર્યો છે કે, તેને સ્કિન કેન્સર હતુ, પણ હવે તેની સર્જરી કરાવીને છુટકારો મેળવી લીધો છે. ક્લાર્કે આ વાતના પુરાવા રૂપે એક તસવીર પણ શેર કરી છે.
38 વર્ષીય પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને શનિવારે ખુલાસો કર્યો છે કે, તેમના માથે કપાળના ભાગે સ્કિન કેન્સર થયુ હતુ, એટલે ક્લાર્કને 2006માં ત્રણ નૉન મેલાનોમા લેજિયન્સ થઇ ગયા હતા, જેને હવે સર્જરી કરાવ્યા બાદ પુરેપુરા હટાવી દેવામાં આવ્યા છે.
વર્લ્ડકપ વિજેતા કેપ્ટને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કરી, અને લખ્યું કે, ''બીજો એક દિવસ અને બીજુ એક સ્કિન કેન્સરને મારા ચહેરા પરથી કાપીને હંમેશા માટે કાઢી દીધુ છે.... જેટલા પણ યુવા છે તે પોતાની સ્કિનને તડકાથી બચાવવા માટે યોગ્ય ઉપાય કરે.''
ખાસ વાત એ છે કે માઇકલ ક્લાર્ક વર્ષ 2006થી સ્કિન કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યો છે, ક્લાર્કે આ પહેલા ક્લાર્કે પોતાના ચહેરા પર ત્રણવાર સર્જરી કરાવી હતી, હવે આ વખતે ચોથીવાર સર્જરી કરાવવી પડી છે. નોંધનીય છે કે, માઇકલ ક્લાર્કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે 12 સુધી ક્રિકેટ રમી. કેરિયરમાં 115 ટેસ્ટ અને 245 વનડે રમી, સાથે 34 ટી20માં પણ ભાગ લીધો હતો. આટલી લાંબી કેરિયરમાં ક્લાર્કે ટેસ્ટમાં 8643 રન બનાવ્યા, વળી વનડેમાં 7981 રન ફટકાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement